*પ્રદેશ કોંગ્રેસ અધયક્ષ અમિત ચાવડા સહિત ગુજરાત પ્રભારી રાજીવ સાતવે પાઠવેલ શુભેચ્છા*
રિપોર્ટર-આરીફ મન્સૂરી 19ન્યુઝ
નર્મદા જીલ્લા ના રાજપીપળા ના નિવાસી અને કોગ્રેસ આગેવાન તેમજ સામાજિક કાર્યકર ઇમ્તિયાઝઅલી કાદરી ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધયક્ષ તરીકે વરણી કરવાનો આદેશ ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતિ ના અધયક્ષ સોનિયા ગાંધી દ્વારા જારી કરવામાં આવતાં નર્મદા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તેમના ટેકેદારો મા આનંદ ની લાગણી ફેલાઈ હતી.
રાજપીપળા ના કોગ્રેસ આગેવાન ઇમ્તિયાઝઅલીકાદરી કોગ્રેસ સમિતિ ના માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના દક્ષિણ ઝોન ના પ્રમુખ તરીકે ની ફરજ બજાવતા હતા કોગ્રેસ હાઇકમાન્ડે તેઓની પક્ષ પરતયે ની વફાદારી અને કામગીરી ને ધ્યાને લઇને સમગ્ર ગુજરાત ની જવાબદારી તેઓના શીરે સોંપી છે.તેઓની નિમણુંક નો આદેશ ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતિ ના અધયક્ષ ની સુચના થી મહામંત્રી વેણુગોપાલે જારી કર્યો હતો.આ સાથે જ ગુજરાત માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ તરીકે વજીરખા પઠાણ ની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
Home Uncategorized પ્રદેશ કોંગ્રેસ અધયક્ષ અમિત ચાવડા સહિત ગુજરાત પ્રભારી રાજીવ સાતવે પાઠવેલ શુભેચ્છા