નર્મદાના દેવલિયાથી પૂછપૂરા ગામ વચ્ચે પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી.

0
33

*નર્મદાના દેવલિયાથી પૂછપૂરા ગામ વચ્ચે પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી*

આરીફ મન્સૂરી રાજપીપળા:

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય રસ્તા વચ્ચે આવેલ એક ખાડી પર પુલની માંગ સાથે જો કોઈ નિર્ણય નહિ કરે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડીડીઓ, ટીડીઓ, મામલતદારને આ મુદ્દે લેખિત રજુઆત કરી છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પૂછપૂરા ગામનીની વાત કરીએ તો એ ગામ દેવલિયાથી દોઢ કિમિ દૂર આવેલું છે.પરંતુ એ બંને ગામ વચ્ચે એક મોટી ખાડી (કોતર) આવેલી છે.વર્ષો પહેલા નાળું બનાવવામાં આવ્યું હતું પણ ચોમાસામાં પાણી વધુ આવતા એ તણાઈ ગયું હવે દર વર્ષે એ ગામને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.ચોમાસામા તો સંપર્ક વિહોણું બની જાય છે.

અનાજ પાણી જીવના જોખમે લેવા જવાનો વારો આવે છે.ગ્રામજનોએ આ મામલે તાલુકા અને જિલ્લા મથકે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાને પણ ગ્રામજનોએ રજુઆત કરી હતી તે છતાં એમની રજુઆત ધ્યાને ન લેવાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે.
આટલી આટલી રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહિ આવતા પૂંછપુરા ગામના લોકોએ પુલ બનાવવાની માંગ સાથે ટીડીઓ, મામલતદારને લેખિત રજુઆત કરી જો પુલ નહિ બને તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

તિલકવાડાના પુછપુરા ગામથી સાવલી, પુછપુરાથી વધેલી, પૂછપરાથી ઝાંઝપુરા, પુછપુરાથી ઝરી ગામ અવર જવર થઇ શકે છે.પરંતુ માત્ર દેવલિયા ગામને જોડતો રસ્તો છે.અગાઉ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ પોતાની ગ્રાન્ટ માંથી પૂછપૂરા સાવલીને જોડતો રોડ સ્લેબ ડ્રેઇન બનાવવાની મંજૂરી આપી હતી માર્ગ મકાનમાં ભલામણ પણ કરી હતી પરંતુ ગાંધીનગરથી કામ મામલે લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here