તણખલા ગામમાં વીજ ચોરી ઝડપાતા MGVCL કર્મચારીઓને બીજું નામ લખાવતા થોડા દિવસો બાદ જાણ તથા નાયબ કાર્યપાલક ઇજનેરે ઘર માલિક પર છેતરપિંડી નો કેસ કર્યો.

0
255
તણખલા ગામમાં વીજ ચોરી ઝડપાતા MGVCL કર્મચારીઓને બીજું નામ લખાવતા થોડા દિવસો બાદ જાણ તથા નાયબ કાર્યપાલક ઇજનેરે ઘર માલિક પર છેતરપિંડી નો કેસ કર્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી વિસ્તારમાં સતત વીજ પુરવઠો જળવાય રહે અને વીજળીના વપરાશ અંગે ગ્રાહકને વીજ બિલ આપવાની સાથે વીજ ચોરી અટકાવવાની કામગીરી કરવાની હોય છે.ત્યારે ગત તા:૦૫/૦૮/૨૦૨૦ ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ની કોર્પોરેટ કચેરી આયોજિત આયોજિત વીજ ચોરી પકડવાની ઝુંબેશ દરમિયાન ગ્રાહક નંબર:૧૧૮૨૮/૦૦૨૦૨/૦ વાળા ગ્રાહકના બિલ પર નુર મહમ્મદ જમાલભાઈ નામ હતું.તે વીજ મીટર શંકાસ્પદ હોવાથી પેપર સીલ કરેલું હતું.સ્થળ પરથી વીજ અધિકારીએ નોંધ કરેલ ચેકીંગ શીત નંબર ૧૪૦૧માં સદર મકાનના હાલના માલિક યુસુફભાઈ મહમ્મદ ભાઈ સુરતી તરફથી પોતાની ઓળખ છુપાવી નુર મહમ્મદ જમાલ ભાઈના નામની સહી કરીને છેતરપિંડી કરેલ છે.ત્યારે નસવાડી MGVCL ના નાયબ કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ ડાહ્યાભાઈ દલવાડી ને જાણ થતા નસવાડી પોલીસ સ્ટેશનમાં યુસુફભાઈ મહમ્મદ ભાઈ સુરતીના વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here