ઉચ્છલ- નિઝર રૉડ પર ગામડી ગામ પાસે આજે રાત્રે ૧૨:૩૦ કલાકે ગમખ્વાર અકસ્માત| ..

0
509

ઉચ્છલ- નિઝર રૉડ પર ગામડી ગામ પાસે આજે રાત્રે ૧૨:૩૦ કલાકે ગમખ્વાર અકસ્માત| ..


તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગામડી ગામ પાસે રાતનાં ૧૨:૩૦ કલાકે ઉચ્છલ તરફથી ઓઇલ ટેન્કર mh .18aa9708 અને નિઝર જતાં ભારે મશીનરીનુ સામાન લઇજતા ટ્રક નંmh 40 ak2240 વચ્ચે ઓઇલ ટેન્કરના ડા્ઇવરે કાબુ ગુમાવતા બન્ને ભારે વાહનો સામ સામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

આ બનાવ રાતના સમયે થયો હોવાથી બન્ને ભારે વચ્ચે ઓઈલ ટેન્કરનો ડ્રાઇવર ફસાઇ જવાથી મને બચાવી લો ના આર્તનાદ સાથે ૨થી૨.૩૦સુધી ચિખતો રહ્યો અંતે
કેસરપાડા ચોકીથી નિઝર પોલીસ અને જી઼આર ડી઼ના જવાનો મદદ માટે બનાવના સ્થળે દોડી આવી ક્રેનવાળાને બોલાવી બન્ને વાહનોને અલગ કરી ટેન્કરમા ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી ડ્રઈવરનાં બન્ને પગને ઘુટણમાં ફેક્ચર થઈ ગયેલ છે઼ પરંતુ ૧૦૮ ને બોલાવી સારવાર માટે નિઝર સરકારી દવાખાને દાખલ કરવામા આવેલ છે઼
વધુમાં ઓઈલ ટેન્કર ફાટી જવાથી આજુબાજુના ગામ લોકોને ખબર પડતા ટેન્કરમાંથી બહાર નિકળતા ઓઈલ લેવા માટે પાણી ભરવાના વાસણો તેમજ પ્લાસ્ટીક નાં કારબા લઈને ઓઈલ લેવા માટે પડાપડી કરતા દ્રશ્ય જોવા મળ્યા હતા


બ્યુરો રિપોર્ટ :જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here