MLAના પુત્રની અપક્ષ ઉમેદવારી:વડોદરામાં ભાજપના ધારાસભ્યનો પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે, મધુ શ્રીવાસ્તવે કહ્યું: ‘ભાજપમાં 50 ટકા ટિકિટો સગાવાદ અને જાતિવાદમાં અપાઇ.

0
145

MLAના પુત્રની અપક્ષ ઉમેદવારી:વડોદરામાં ભાજપના ધારાસભ્યનો પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે, મધુ શ્રીવાસ્તવે કહ્યું: ‘ભાજપમાં 50 ટકા ટિકિટો સગાવાદ અને જાતિવાદમાં અપાઇ’


વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી
મધુ શ્રીવાસ્તવ કહે છે કે, ભાજપની અંદર ગુજરાતમાં ઘણા એવા લોકો છે કે, જેમના સગાઓને ટિકિટ આપી છે
ભાજપના સંસદ સભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે.વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ચૂંટણી લડશે. આજે સવારે દિપક શ્રીવાસ્તવે વડોદરા શહેરના વોર્ડ નં-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ નહીં આપતા મધુ શ્રવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપમાં ગુજરાતમાં ઘણા એવા લોકો છે કે, જેમના સગાઓને ટિકિટ આપી છે. ભાજપના સંસદ સભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપમાં 50 ટકા લોકો એવા લોકોને આપી છે જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here