સ્ટેચ્યુ ઓફ યુનિટીએ PM મોદીના આગમન પેહલાં થશે 18000ના ફરી Covid test. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા તંત્રની કવાયત

0
226

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ PM મોદીના આગમન પેહલાં થશે 18000ના ફરી Covid test

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા તંત્રની કવાયત

9 દિવસ સુધી 3 વખત RT PCR અથવા રેપીટ એન્ટીજન ટેસ્ટનું આયોજન

 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે માંગણી કરી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગમન પહેલાં આસપાસના લોકો સહિત 18000 લોકોના ફરી Covid test કરાશે. PM મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.
દર વર્ષની જેમ આ વખતે પણ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. PM મોદીની સુરક્ષા માટે નર્મદા, ભરૂચ, વડોદરા રૂરલ અને છોટાઉદેપુર જિલ્લા કેવડિયા ખાતે 5 થી 6 હજાર પોલીસનો કાફલો ઉતારી દેવાશે.
કેવડિયા ખાતે PMO ના અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બેઠકોનો દોર પણ આરંભી દીધો છે. રાષ્ટ્રીય એકતા દિવસને સફળ બનાવવા નર્મદા કલેકટર દ્વારા વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે કોરોના મહામારીને પગલે મોદીના આગમન પેહલા સ્ટેચ્યુ ઓફ વિસ્તારને કોરોના ફ્રી કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે.

પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાન

31 મી ઓક્ટોબર 2020 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ત્યાં સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, તો  20/10/2020 થી 28/10/2020 સુધીમાં એ તમામ આશરે 18,000 લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ (Covid test)કરવાનું પણ આયોજન હાથ ધરાયુ છે.
 આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે નર્મદા જિલ્લા લેપ્રસિ અધિકારી ડો.એન.સી.વેકરિયાની નિમણૂક કરાઈ છે.PM મોદીના આગમન પેહલા તમામનો કોરોના ટેસ્ટ (Covid test) તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે.
તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટિમો બનાવી છે, પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મચારીઓ હશે.જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝિંગ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટિમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટેની તિલકવાડા તાલુકાના નોડલ ઓફિસર તરીકે નર્મદા જિલ્લા લેપ્રસિ અધિકારી ડો.એન.સી.વેકરિયાની નિમણૂક કરાઈ છે.
જ્યારે કેવડિયા ખાતે કોરોના ટેસ્ટિંગ (Covid test) અને સેનેટાઈઝેશનની કામગીરી માટેના નોડલ ઓફિસર તરીકે ડો.એસ.એ.આર્યની નિમણૂક કરાઈ છે. PM મોદીના આગમન પેહલા તમામનો કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે.
તંત્રએ કોરોના ટેસ્ટિંગ (Covid test) માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટિમો બનાવી છે. પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મચારીઓ હશે.જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝિંગ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટિમો તથા કેવડિયા ખાતે કુલ 10 ટિમો મળી જિલ્લામાં કુલ 16 ટિમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here