સેલંબા કાઈદા ફળીયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 16 ઈસમોની ધરપકડ:

0
169

સેલંબા કાઈદા ફળીયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 16 ઈસમોની ધરપકડ:

સેલંબા કાઈદા ફળીયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 16 ઈસમોને ધરપકડ: સાગબારા પોલીસ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ;

નર્મદા શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક સાશ્રી નર્મદા નાઓની સુચના મુજબ તથા શ્રી રાજેશ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજપીપળા ડિવિઝન રાજપીપળા ના માર્ગદર્શન મુજબ પ્રોહી જુગારની ગેર કાયદેસરની પ્રવૃતિ પર કડક કાર્યવાહી કરવાના સુચના અને નિર્દેશ ના પગલે શ્રી. જી.કે.વસાવા પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા ની બાતમી આધારે સાગબારા પોલીસ સ્ટાફના માણસ સાથે સેલંબા કાયદા ફળીયામાં શહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ઈસમો ઉપર રેડ કરી સ્થળ ઉપસ્થીત (૧) કિશનભાઇ સીતારામભાઇ તડવી (૨)રાજેશભાઇ શિવરામભાઇ તડવી (3) વિકી ભાઇ જગદીશભાઈ ગોસાઇ(૪) બજભાઇ ફિરૌજભાઇ મકરાણી (૫) શરણસીંહ માનસીંહ તડવી (૬) વિષ્ણુભાઇ કરશનભાઇ તડવી (૭)જયંતીભાઇ કાંતીભાઇ તડવી (૮) સુનીલભાઇ બેમી ભાઇ તડવી (૯) સુનીલભાઇ સુભાષભાઇ સોનવણે (૧૦) મનોજભાઇ અમરસીંગભાઇ વસાવા (૧૧) સીતારામભાઇ સખારામભાઇ તડવી (૧૨) રીયાજ અબુલ મકરાણી (૧૩) જયેશભાઇ રાજુભાઇ તડવી (૧૪) રાહુલભાઇ લાશભાઇ ગોસાઇ (૧૫) શૈલેષભાઇ ધનસીંગભાઇ તડવી (૧૬) રવીભાઇ સીતારામ ભાઈ તડવી તમામ રહે સેલબા તા.સાગબારા જી, નર્મદા ના ને પકડી પાડી,અંગ ઝડતી કરતાં રોકડ રૂપીયા. ૧૨,૪૬૦/- તથા દાવ ઉપરના રોકડ રૂપીયા ૪,૮૦૦/-તથા પત્તા પાના નંગ – ૫૨ કિ. રૂ.00 મળી તથા મોબાઈલ મળી કુલ નંગ ૫/- આશરે કિ.રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૯,૨૬૦/- નાં મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે જુગાર ધારા કલમ -૧૨, તથા મો વાઈરસ મહામારી Covid-19 ચાલતી હોય જે અંતર્ગત પી કો કલમ આ ની કૈ કલમ ૨૬૯,૧૮૮ તથા ડી ટી એક્ટ ૨૦૦૫ ની કલમ-૫ (બી) મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આમ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા, નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી જુગારની ગે.કા પ્રવૃતિ, આચરતા ઇસમો સામે સખત પગલાં લેવા તથા વધુમાં વધુ હોય તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા સૂચનાને પગલે નર્મદા પોલીસ સતર્ક અને સતત પ્રયત્નશીલ છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here