સુત્રાપાડા APMC, પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીનો શુભારંભ કરાવતા પૂર્વ મંત્રી જશાભાઈ બારડ
રામસિંહ મોરી.સુઞાપાડા
સુત્રાપાડા તાલુકાનાં માર્કેટિંગ યાર્ડ (APMC) પ્રાંસલી મુકામે આવેલ જેમાં સરકારશ્રી દ્રારા ટેકાના ભાવથી મગફળી ખરીદી નો શુભારંભ યાર્ડના આધ્યસ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા શ્રીફળ વધારી ને કરવામાં આવેલ હતો. આ સમયે સૂત્રપાડા પુરવઠા મામલતદાર ડાભીસાહેબ, ગોડાઉન મેનેજરશ્રી અને સુત્રાપાડા APMC ના સેક્રેટરી શૈલેષભાઈ બારડ અને SMS દ્વારા ટોકન મુજબ બોલાવવામાં આવેલ ખેડૂતો હાજર રહેલ હતા. જેમાં આજના કુલ 25 ખેડૂતો માંથી 15 ખેડૂતો હાજર રહેલ હતા. સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડમાં 5000 થી વધુ રજીસ્ટ્રેસન થયેલ છે. આ ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી ની લાગણી પ્રસરેલ છે. સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાક જેવા કે બાજરી, ઘઉં, જુવાર, ચણા, અડદ, તલ સોયાબીન વગેરેના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે.