સાત વર્ષિય બાળકી ની દુષ્કર્મ બાદ હત્યા સંદર્ભે આદિવાસી સમાજ નસવાડી દ્વારા આવેદનપત્ર અપાયુ.

0
29
  • *સાત વર્ષિય બાળકી ની દુષ્કર્મ બાદ હત્યા સંદર્ભે આદિવાસી સમાજ નસવાડી દ્વારા આવેદનપત્ર અપાયુ.*

    મધ્યપ્રદેશ ના ગામ નૌગાવા તાલુકા મેઘનગર અને જિલ્લા ઝાબુઆ ના વતની અને હાલ ગુજરાત ના મોરબી પંથકમાં મજુરી કામે રહેતા આદિવાસી પરિવારની સાત વર્ષ ની દિકરી ને દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી, જે હેવાનિયત ભર્યું ક્રુત્ય આચરનાર નરાધમ ને જલ્દી સજા આપવામાં આવે અને બાળકીનાં પિડીત પરિવાર ને યોગ્ય ન્યાય મળે તેવી માંગ સાથે આદિવાસી સમાજ નસવાડી દ્વારા આજરોજ મામલતદાર શ્રી નસવાડી ને આવેદનપત્ર પાઠવી મહામહિમ રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી,માનવ અધિકાર આયોગ, મહિલા બાળ આયોગ તેમજ રાજ્યપાલ સુધી મામલતદાર નસવાડી ના માધ્યમથી ન્યાય ની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

    મધ્યપ્રદેશ ના ગામ નૌગાવા ના રહીશ ખરાડી પરિવાર આર્થિક રીતે ગરીબ પરિસ્થિતિને કારણે મધ્યપ્રદેશ છોડીને ગુજરાત ના મોરબી પંથકમાં મજુરી કામે રહેતા હતા, મોરબી પાસે ની કંપની માં રોજીંદી મજુરી કામ કરી ને પોતાનું જીવન ગુજારતા હતા, ૧૮/૧/૨૦૨૧ ના રોજ દિવસે મજુરી કામે ગયેલા માતા પિતા થાકીને રાત્રે ઉંઘવા પડે તે પહેલાં જ સાત વર્ષ ની દિકરી ની રાત ના નવથી દશ વાગ્યા દરમ્યાન કોઈ નરાધમે પટાવી ફોસલાવી ને એકાંતમાં લઇ જઇને હેવાનિયત ભર્યું ક્રુત્ય આચરીને હત્યા કરી તેનો મ્રુતદેહને સુમસામ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો.જેની ફરિયાદ તેમના પિતા દ્વારા તારિખ-૧૯/૧/૨૦૨૧ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી, જેની તપાસ હાથ ધરતાં ૨૧/૧/૨૦૨૧ ના રોજ સાંજના મોરબી પાંજરાપોળ વિસ્તારમાં થી સાત વર્ષિય બાળકીની લાશ મળી આવી હતી,આવુ હેવાનિયત ક્રુત્ય આચરનાર નરાધમ ને ને યોગ્ય સજા આપી ને આદિવાસી પરિવાર ને ન્યાય મળે તેવી માંગ અને પિડીત પરિવાર ને આર્થિક સહાયની માંગ સાથે આદિવાસી સમાજ નસવાડી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here