સાગબારા થી સુરત જતા માર્ગ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત

0
43સાગબારા થી સુરત જતા માર્ગ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા થી સુરત ને જોડતો માર્ગ જાય છે. જેમાં વચ્ચે બોમ્બે કંપની અને માચ ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ16CS2812 માચ ચોકડી તરફ થી આવી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે જેમાં રીક્ષા નંબર GJ22V0936 ને મારુતિ સ્વીફ્ટ કાર અન્ય બાઇક ચાલકને બચાવા જતા સામે આવતી રિક્ષા ને અડફેટે લીધી હતી જેમાં આશરે ૧૨ જેટલા મુસાફરો સવાર હતા. જે તમામ ને સામાન્ય ઇજા પોહોંચતા પ્રાથમિક સારવાર માટે ખસેડાયા, જ્યારે મારુતિ સ્વીફ્ટ કાર ના ચાલક ને પણ સામાન્ય ઇજા પોહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે.

રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા જિલ્લા બ્યુરો ચીફ