નર્મદા બ્રેકીંગ ન્યૂઝ
સાગબારા તાલુકા ખાતે ફરી એક વાર અધૂરા કામોના કારણે અકસ્માત સર્જાયો જેમાં ડ્રાઈવરનો હેમખેમ બચાવ
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ખાતે અવારનવાર અકસ્માતો સર્જાતા જેવા મળતા હોઈ છે.જેમાં ગત રાત્રીના ૧૨:૩૦ કલાકે રાત્રે ટ્રક નંબર KA 01 AJ 4246 નંબર ની ગાડી મહારાષ્ટ્ર તરફ થી સાગબારા થઈને ગુજરાત માં આવતી વેળા એ રાત્રીના આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર નો બચાવ હેમખેમ પ્રકારે થયો હતો.
વધુ વિગત માં ડ્રાઇવર સાથે વાતચીત કરતા માલુમ પડેલ કે આશરે ૧૨ વાગ્યે રાત્રી ના સમયે ટ્રક ની સામે બીજું વાહન આવતા તેની ડીપર (લાઇટ) ના પ્રકાશે તેને સામે રસ્તો ઉપર નીચે છેકે નહીં તે બાબતે કઈ દેખાયું ન હતું અને રસ્તો ઉપર નીચે હોવાથી સ્ટેરીંગ પરથી ડ્રાઈવર બે કાબુ થઈ જતા બંદ પડેલી આર.ટી.ઓ. ચેકપોસ્ટ માં ટ્રક ઘુસી ગઇ હતી. જેમાં ડ્રાઈવર નો બચાવ થયો હતો.
સ્થાનિકકોના જણાવ્યા મુજબ આ રસ્તો દેવમોગરા માતાજીના મંદિરે જતો હોય અને હજારો દર્શનાર્થીઓ પસાર થતા હોય જેમાં અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે. તેવું સ્થાનિકોએ રોષ ની લાગણીઓ સાથે જણાવ્યું હતું. વઘુમાં ત્યાં ઘણી વખત તંત્ર ને જાણ કરવામાં આવેલ કે ત્યાં એક ગેરકાયદેસર બાંધકામ પણ આવેલ છે. જે જગ્યાએ થી સર્વીસ રોડ પસાર થાય છે. તે બાબતે પણ તંત્ર હજૂ ઘોર નિંદ્રામાં છે. અને આવા અકસ્માતો અવાર નવાર બનતા રહે છે . આ બાબતે સ્થાનિકોનું કહેવું છે કે જેમ બને તેમ આનો ઉકેલ આવે તો સારું નહીંતર આવા અકસ્માતો માં લોકોનો જીવ જઈ શકે છે.
રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા જિલ્લા બ્યુરો ચીફ