સાગબારા તાલુકાના કોંગ્રેસ સમીતી એ ગુજરાત સરકાર કિશાન સહાય યોજના 3700 કરોડ રૂપિયા ની જાહેરાત ના સંદર્ભમાં મામલતદાર ને આવેદન આપ્યું,
ગુજરાત સરકારે મુખ્ય મંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત 3700 કરોડ રૂપિયા ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત “5 મી અનુસુચિ વિસ્તાર એટલે કે આદીવાસી વિસ્તાર ને બાકાત રાખેલ છે, આદીવાસી ખેડુતો નો સમાવેશ નહી કરી અન્યાય કર્યો છે.
ખેડુતો ને લગત બીલ કેન્દ્ર સરકારે ધ્વની મત કરાવી રાજ્ય સભા માં પાસ કરી લીધું છે એ બીલ ખેડુત વિરોધી બીલ છે,ખેતી નુ પણ ખાનગીકરણ કરી અધોગતિ ના હાથ માં ખુલતી આપી દેનાર બીલ છે.
આ મુદ્દા પર સાગબારા તાલુકા ના કોગ્રેસ સમીતી ના પ્રમુખ શ્રી મેહુલ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી. એલ. એમ. પાડવી., / નર્મદા જિલ્લા કોગ્રેસ સમીતી ના ઉપ પ્રમુખ શ્રી સુરેશભાઈ વસાવા / સરપંચ શ્રી જયંતીભાઈ પાટ, /પૃથ્વીરાજ કોલવણ સરપંચ / તાલુકા પંચાયત સાગબારા ના કારોબારી સમિતિ ના પ્રમુખ પ્રભાકર વલવી તેમજ કોગ્રેસ સમીતી ના આગેવાનો કાર્યકરો ને “મહામહીમ રાજયપાલ શ્રી અને ટ્રાયબલ એડવાઈઝરી કાઉન્સીલ ને આવેદનપત્ર મોકલાવવા” મામલતદાર શ્રી સાગબારા ને આવેદનપત્ર આપ્યુ. હતું,
રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા