સાગબારાની આર.ટી.ઓ ચેકપોસ્ટ વિષે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે નર્મદાના આર.ટી.ઓ ની સ્પષ્ટતા .

0
220

સાગબારાની આર.ટી.ઓ ચેકપોસ્ટ વિષે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે નર્મદાના આર.ટી.ઓ ની સ્પષ્ટતા
___________
રાજપીપલા, શુક્રવાર :- તાજેતરમાં કેટલાંક સ્થાનિક વર્તમાનપત્રમાં સાગબારાની આર.ટી.ઓ ચેકપોસ્ટ અંગે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે નર્મદાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સરકારશ્રી તેમજ વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની સૂચના અન્વયે તા. ૧૯/૧૧/૨૦૧૯ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાકથી અત્રેના જિલ્લાની સાગબારા સહિત રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવામાં આવેલ છે અને ટ્રાન્સપોર્ટેશન સરળ અને ઝડપી બને તે માટે દંડ તેમજ ટેક્સ ભરવા માટે ઓનલાઇન ODC મોડ્યુલ ચાલુ કરવામાં આવેલ છે. ચેકપોસ્ટ બંધ કરવામાં આવ્યા બાદ રાજપીપલા બાયપાસ ખાતે ચેક પોઇન્ટ બનાવવામાં આવેલ છે. સાગબારા ચેકપોસ્ટની બિલ્ડીંગને ડબલ લોક કરવામાં આવેલ છે, તેથી તેનો ઉપયોગ કોઇપણ ખાનગી/અસામાજિક તત્વો કરી શકતા નથી તેમજ તપાસ કરતાં જાણવા મળેલ છે કે, ચેકપોસ્ટ બિલ્ડીંગમાં કોઇ ગેરેજ ચાલતું નથી, આમ પ્રસિધ્ધ થયેલ ઉક્ત અહેવાલ સત્યથી વેગળા હોવાની પણ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારશ્રી, નર્મદા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
૦૦૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here