સાગબારાના સેલંબા ખાતે આવેલ એ.પી.એમ.સી. ચાલુ કરાવવા ધરતી પુત્ર એ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું,
સાગબારા તાલુકાનું વેપારી મથક સેલંબા ખાતે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેલંબા (એ.પી.એમ.સી) ચાલ હતી અને તે સમિતિ છેલ્લા ૧૫ વર્ષથી ઉપરના સમય ગાળાથી ઓન-પેપર પર ચાલુ જણાય છે પણ વાસ્તવિકતામાં તે બંધ છે. જેના કારણે સાગબારા તાલુકાનાં તેમજ આજુબાજુના તાલુકાના ખેડુતો અને વ્યવસાયકારો ને ખેતીમાં તેમજ વ્યવસાયકારોને નવી કોઠાસુઝ કે પ્રેરણા મળતી નથી અને આધુનિક જમાનામાં તેમને ખેતી કરવાનો તેમજ વ્યવસાયકારોને નવી દિશા મળતી નથી. જે કારણે વિકાસ અવરોધાય રહયો છે. અને ખેડુતો તેમજ વ્યવસાયકારોને ખરીદી વેચાણમાં અપુરતા ભાવો મળવાનો શોષણ થઇ રહયુ છે. અને ખાનગી વેપારી ધુળની જેમ લુટ ફાંટ ચલાવી રહેલા તેવું આવેદનમા જણાવેલ છે,
જેના કારણે ખેડુતો ને સરકારે જાહેર કરેલા ટેકાનાં ભાવથી ૩૦% થી ૫૦ % સુધીના ભાવોનો ઘટથી વેચવુ પડે છે, આવી પરિસ્થિતિ સર્જાતા ખેડુતો તેમજ વ્યવસાયકારોને હિતમાં પ્રોત્સાહન મળે તેમજ ખાનગી વેપારીઓનો ભોગ ન બનવું પડે તે ધ્યાને લઇ તાત્કાલિક દિન -૧૫ માં ધી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચાલુ કરે તેવી ખેડુતોની માંગ ઊઠી છે. જો તંત્ર દ્વારા ન્યાય ન મળે તો મામલતદાર સાહેબે ના પટાંગણમાં દીન ૨૦ થી જાળવણીનો કાર્યક્રમ રાખવા મા આવશે તેવું આવેદનમાં જણાવેલ છે,
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા