સલાયા ગામે નગરપાલિકા હોલ માં કોવિડ-19 અંગે જાગૃતિ માટે શપથ ગ્રહણ.
દેવભૂમિદ્વારકા જિલ્લાના સલાયા ગામે કોરોનાને હરાવવા હવે નવો ઍકશન પ્લાન બનાવી લોકોને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નહીં નીકળવું, ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોઈ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, રોગપ્રતિકારક શક્તિ વધે તેવી જીવન શૈલી અપનાવવી અને વડીલો-બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી લેવી, સહિતના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકા ના કર્મચારી અસ્લમ ચાકી દ્વારા સલાયા ના નગરપાલિકાના અન્ય કર્મચારીઓ ને કોરોનાને હરાવવા શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. જેમાં રણજીતસિંહ જાડેજા, અનવર ગજિયા, ડેવિડ વ્યાસ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટર-રિપોર્ટર વિતલ પીસાવાડિયા