સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ (મધ્ય ગુજરાત) નસવાડી.

0
176

સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ (મધ્ય ગુજરાત) નસવાડી

મંત્રિ શ્રી : રાઠવા અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ મુ,કાંધા તા,નસવાડી જી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા આદિવાસી સમાજના જાતિ અંગે ઉભા થયેલા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા યુવાનોએ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાના મક્કમ મુડમાં
હાલ મા તાલુકા-જિલ્લા પંચાયતની ચુટણી માટે છોટાઉદેપુર જિલ્લા નિ સિટો જાહેર થઇ છે,જેમા આદિવાસી અનામત સિટો પણ જાહેર કરવામા આવી છે.
વિચારવા જેવી બાબત એ છે કે જાહેર કરવામા આવેલિ અનામત બેઠકો ખાસ કરિ ને રાઠવા આદિવાસી લોકો નિ મહત્તમ વસ્તિ ને ધ્યાન મા રાખિને આદિવાસી અનામત બેઠકો જાહેર કરાઇ છે,અને એક બાજુ આજ રાઠવા આદિવાસિ સમાજ ના વિદ્યાર્થી ઓ જ્યારે સરકારી નોકરી માટે ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કરિ ને નોકરિ માટે લાયક બને છે ત્યારે સરકાર દ્વારા વિશ્લેષણ સમિતિ ના નામે સમિતિ નિ રચના કરિ ને વિવિધ પ્રકાર ના પુરાવાઓ માંગીને હેરાન ગતિ કરવામા આવે છે તો સરકાર દ્વારા આપવામા આવેલ જાતિના પ્રમાણપત્ર નિ ચકાસણી કરવામા આવે છે,બિજી તરફ રાજકિય ચુટણી માટે ઉમેદવારિ નોધાવતા આજ રાઠવા આદિવાસી સમાજ ના ઉમેદવારો ના જાતિ ના પ્રમાણપત્રો માન્ય ગણવામા આવે છે તો આ ક્યા નો ન્યાય….???
…તો રાજનૈતિક રીતે રાઠવા સમાજ આદિવાસી છે,જ્યારે શૈક્ષણિક રિતે આદિવાસી સમાજ શંકાસ્પદ..? આવુ કેવી રિતે બની શકે..? એક જ સમાજના બે પાસા કેવી રિતે હોઇ શકે…?
આજ બાબતે છેલ્લા ઘણા સમય થિ ઇન્ટર્વ્યુ મા ૨૪ જેટલા યુવા-યુવતિઓના નિમણૂક પત્રક ૨ વર્ષ થયા છતા આપવામા આવ્યા નથિ, અને હાલ મા પણ સરકારી નોકરીઓમા જે નવી નિમણૂક માટે લાયક બને છે તેઓના જાતિના પ્રમાણપત્ર ની ચકાસણી ના નામે હેરાનગતી ભોગવવિ પડી રહિ છે આજ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષો થી ચાલિ રહ્યો છે,છેલ્લા કેટલાક વર્ષો થિ સમાજના શિક્ષિત નોકરી કરતા વર્ગને પણ નોટિસો આવી રહી છે,અત્યાર સુધી મા આ પ્રશ્ન ને લઇ ને અનેકવાર સરકાર મા ઘણી બધી રજુઆત કરવામા આવી હોય છત્તા પણ આ સમ્સ્યાઓનોઅત્યાર સુધીમા કોઇ જ ઉકેલ લાવવામા આવ્યો નથી, અને નિરાકરણ આવી જશે એના માત્ર પોકળ આશ્વાશન આપવામા આવ્યા છે. જેથી શિક્ષિત અને જાગ્રુત યુવાનો નિ ધિરજ ખુટી છે,જેના કારણે હાલમા અવિ રહેલી તાલુકા-જિલ્લા પંચાયત ચુટણીઓ નો સંપુર્ણ રીતે બહિષ્કાર કરવાનો નિર્ણય પુરા છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા આદિવાસી સમાજના યુવાનોએ કરી લિધો છે.
છોટાઉદેપુર જિલ્લા ના રાજકીય નેતાઓ આ પ્રશ્નને ગંભિરતા થિ લઇ રહ્યા નથિ કારણ કે જાતિ ના પ્રમાણપત્ર નો પ્રશ્ન તેમને નથિ નડિ રહ્યો,પરંતુ માત્ર આપણા રાઠવા સમાજ ના કઠોર મહેનત ના અંતે સફળતા પ્રાપ્ત કરિ ને નોકરી કરવા ને લાયક બનતા શિક્ષિત યુવાનોને નડી રહ્યો છે જે સ્પસ્ટ રીતે દેખાય આવે છે,તો આ બાબતે જિલ્લા ના રાજકીય નેતાઓ અને સરકાર યોગ્ય નિરાકરણ લાવવા અંગે ઘટતુ કરે તેવી ચર્ચાઓ ચાલિ રહી છે.
રાઠવા સમાજ ના રાજનૈતિક રિતે આદિવાસિ,અને શૈક્ષિણીક રીતે બિન આદિવાસી ?
આમ એક સમાજના બે પાસા કેવી રિતે હોઇ શકે.????
રાઠવા સમાજનિ ઓળખ ના પ્રશ્નો નુ નિરાકરણ આવે તેમજ યુવાધન ને નોકરી માટે થતી હેરાનગતિ દુર થાય અને નિમણૂક પત્ર મળે એજ અમારી માંગ.


રાઠવા અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ
(કાંધા)(નસવાડી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here