*વેરાવળ સુન્ની મુસ્લીમ જમાત દ્વારા ઇસ્લામ ના પયગંબર સાહેબ પર ટિપ્પણી કરનાર ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ વિરુદ્ધ આવેદન પાઠવ્યું*
ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર મહંમદ સાહેબના કાર્ટૂન ને સમર્થન આપી ફ્રાન્સ રાષ્ટ્રપતિ એ ઇસ્લામ ધર્મ મા માનનારા લોકો નું અને પયગંબર સાહેબ ના વિશ્વાસ રાખના દુનિયાભરના લોકોના દિલને ઠેસ પહોંચાડેલ છે. જેનું કલેકટર દ્વારા ભારત ના રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવેલ છે.
ફ્રાન્સ દેશના સર્વોચ્ચ પદ પર બેસનાર આવી હલકી માનસિકતા રાખતો હોય તો તે દુનિયા માટે ખૂબ ચિંતાજનક બાબત છે.પયગમ્બર સાહેબ ના અનુયાયીઓ એ આ બાબત નું પૂરજોર વિરુદ્ધ કરેલ છે
વેરાવળ મુસ્લીમ સમાજના લોકલાડીલા યુવા નેતા અફઝલ પંજા એ જણાવેલ કે આ અંધકારમય દુનિયા ને ઇસ્લામ ના મહાન પયગંબર સાહેબે સમગ્ર દુનિયાને શાંતિ અને ભાઈચારા નું સઁદેશ આપી સમગ્ર દુનિયા માટે શાંતિના પ્રતીક બનેલ છે અને લોકોને વિનંતી કરેલ છે આ બાબતનું દરેકે વિરોધ નોંધાવવું જોઈએ અને ફ્રાન્સની દરેક વસ્તુનો બહિષ્કાર કરવું જોઈએ.
આ તકે સઁસ્થા ના પ્રમુખ હાજી આ.મજીદ દિવાન ઉપ પ્રમુખ આ.ગની ગોરી,અલીમહમદ ખત્રી,હનીફભાઈ જીવા,મહમ્મદ હુસેન મુગલ,હાજી ગફર ખાન તેમજ યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા