Tuesday, October 20, 2020
Home state વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટી સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે...

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટી સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખૂલ્લા મુકાયું:વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટી સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખૂલ્લા મુકાયું:


રાજપીપળા :- નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેગ્યુ ઓફ યુનિટીને સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજે તા. ૧૭ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ પુન: ખૂલ્લું મૂકાયું છે. સ્ટેગ્યુ ઓફ યુનિટી ની પરિસરની આસપાસના રીવર રાફ્ટીંગ, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખૂલ્લા મૂકાયાં છે.

આજે પ્રથમ દિવસે સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણે પ્રવાસી મુલાકાતી શ્રી વિક્રાંત નીત નાવરેએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ હતુ કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ઘણો જ આનંદ થયો છે. અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ લોકડાઉન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પુન: શરૂ કર્યું હોવાથી પ્રથમ દિવસે જ અમે ટીકીટ બુક કરાવી. આ મુલાકાત લઇને અમે ખૂબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.

વડોદરાના પ્રવાસી મુલાકાતી શ્રી મિલિન્દ રૂપારેલ કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતા, પરંતુ આજે સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ મને ખુબ જ મજા આવી અને અહીં સરકારશ્રીની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટેશન સહિત ની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું શ્રી મિલીન્દ ઉમેર્યું હતું. તેવી જ રીતે રાજકોટ ના પ્રવાસી મુલાકાતી શ્રીમતી ભારતીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, કોવીડ-૧૯ ને લીધે લોકડાઉનના લીધે ક્યાંય ફરવા જઇ શકાયું નહોતું, પરંતુ એવી ઇચ્છા હતી કે સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી છે. આજે મુલાકાત લઇને અમને ખૂબ જ ખુશી થઇ છે. કોઈપણ પ્રકારની અહીં તમને મુશ્કેલી પડી નથી. પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સ્ટેગ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેગ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી પ્રતિમાના હૃદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવા ની સાથોસાથ વિધ્યાચલ સાતપુડા ગિરિમાળા નું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવન વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

સ્ટેગ્યુ ઓફ યુનિટીમાં સવારે ૮ થી ૧૦ અને ૧૦ થી ૧૨, બપોરે ૧૨ થી ૨ અને ૨ થી ૪ તેમજ સાંજે ૪ થી ૬ સહિત એમ કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. કોવીડ-૧૯ ના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. સ્ટેગ્યુ ઓફ યુનિટીની ટીકીટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત ટીકીટ વેબસાઇટ www.soutickets.in પરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પુછપરછ તેમજ ફરિયાદ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ખંભાળિયા દ્રારા જામનગર જિલ્લાના ધ્રોલ માં હિન્દુ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનારા શખ્શો ને કડક માં કડક સજા થાય તથા...

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ખંભાળિયા દ્રારા જામનગર જિલ્લાના ધ્રોલ માં હિન્દુ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનારા શખ્શો ને કડક માં કડક સજા...

કેવડીયા બચાવ આંદોલન સમિતિ મેદાનમાં, PM મોદીજીને કેવડીયા માં એન્ટ્રી પહેલા જ નર્મદા જિલ્લાના કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું,

કેવડીયા બચાવ આંદોલન સમિતિ મેદાનમાં, PM મોદીજીને કેવડીયા માં એન્ટ્રી પહેલા જ નર્મદા જિલ્લાના કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું,રાજપીપલા: આજ રોજ રાજપીપલા...

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકો તેમજ ડેડીયાપાડા તાલુકા ના હોદ્દેદારો ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લક્ષી આયોજન મિટિંગ ડેડીપાપાડા ખાતે કરવા માં આવી.

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકો તેમજ ડેડીયાપાડા તાલુકા ના હોદ્દેદારો ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લક્ષી આયોજન મિટિંગ ડેડીપાપાડા ખાતે કરવા માં...

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હજારીબાગ ઝારખંડ ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

  વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હજારીબાગ ઝારખંડ ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચમિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા...

Recent Comments