વાઘોડિયા જીઆઇડીસી માં ઇન્જેક્શન બનાવતી ખાનગી ફાર્માસિટીકલ કંપનીની નિષ્કાળજી કેમેરામાં કેદ
ઇન્જેક્શન બનાવતી ખાનગી ફાર્માસિટીકલ કંપની દ્વારા વાઘોડિયા જીઆઇડીસીમાં ખુલ્લેઆમ ઇન્જેક્શન નું સોલિડ વેસ્ટ નાખવામાં આવ્યું. વેસ્ટમાં કંપની દ્વારા બનાવામાં આવતા ઇન્જેક્શન ભરેલા અને ખાલી જેમતેમ સ્ક્રેપ માં ભરાવી વાઘોડિયા જીઆઇડીસી અંદરના વિસ્તારમાં નાખવામાં આવ્યા. એસોસિએશન પ્રમુખને જાણ કરવામાં આવી. વાઘોડિયા જીઆઇડીસી માં અલગ અલગ ફાર્મસીટીકલ કંપની આવેલી છે. ખાનગી કંપની ઇન્જેકન બનાવી રહી છે એવી વિગત મળી આવી છે. ચાલી રહેલી કોરોના મહામારીમાં સરકાર લોકોના જીવ બચાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આવી પણ કંપની છે જે પ્રકૃતિને નુકશાન કરી રહી છે અને લોકોના જીવન સાથે ચેડા કરી છે. હાલ જ વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોના ની સારવાર બાદ સાજા થયા છે. કંપનીની નિષ્કાળજી થી વાઘડિયા ના નગર જાણો ને ખતરો. સામાન્ય શ્રમજીવી ના સંપર્ક માં રહેતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફરી કોરોના ના થાય એવી શુભેચ્છાઓ ,આવા ગંભીર ઇન્જેક્શન નિષ્કાળજી પૂર્વક જ્યાં ત્યાં નાખી લોકો સહિત જાનવરોના જીવ ખતરામાં આવે એવી શક્યતા છે. આવી ઇન્જેક્શનના વેસ્ટની નિષ્કાળજી ધરાવતી કંપની નું લાઈસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર કંપની ની વિઝીટ નથી કરવામાં આવતી તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે, જીપીસીપી ના ફિલ્ડ ઓફિસર વાઘોડિયા જીઆઇડીસી માં વિઝિટ નથી કરતા એવું પણ સ્પષ્ટ દેખાય છે. જોવું રહ્યું કંપની દ્વારા જીઆઇડીસીમાં કામ કરતા કેટલા શ્રમજીવી અને જાનવરનો જીવ લેશે.