વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હજારીબાગ ઝારખંડ ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
192

 

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હજારીબાગ ઝારખંડ ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવાની સુચના શ્રી CP શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ તથા Add.CP શ્રી ચિરાગ કોરડીયા સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તથા ACP શ્રી
ડી.એસ.ચૌહાણ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.પટેલ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ એન્ટી ચેઇન સ્કોડના પો.સ.ઇ. એસ.એમ.ભરવાડ તથા તેઓની સાથેના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન નટુભાઇ સર્કલ પાસે આવતા બાતમીદારથી માહીતી મળેલ કે, હજારીબાગ ઝારખંડ ખાતે મર્ડર કરી બે ઇસમો વડોદરા ખાતે નાસી આવેલ છે. અને હાલમા નટુભાઇ સર્કલ પાસે ઇક્કો ફોર વ્હીલ લઈ પસાર થનાર છે. જે મળેલ માહિતી આધારે બે ઇસમોને ઝડપી પાડેલ તેમજ તપાસ દરમ્યાન વધુ એક મહીલાને શોધી કાઢી ઝારખંડ ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં ૮૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૨, ૧૨૦ બી, ૧૧૪ મુજબના
ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
એમ.ઓસદર ગુનાના કામે મરણ જનાર રણજીત મંડલનાનો આરોપી અર્જુનપ્રસીદ મંડલનો માસીનો દિકરો થતો હોય અને આ રણજીત વડોદરા ખાતે પરીક્ષા આપવા માટે આવેલ હોય જે દરમ્યાન આ
રણજીતે અર્જુન મંડલની પત્ની સાથે શારીરીક સબંધ બાંધેલ હોય જેની અદાવત રાખી અર્જુને તેના મિત્ર
દિપકને સાથે લઇ અર્જનની રેસ્ટોરન્ટમાં કામ કરતા વિષ્ણુભાઇની ઇક્કો ફોર વ્હીલ લઇ ઝારખંડ હજારીબાગ
ગયેલ અને રાત્રીના રણજીતના ઘરે જમી રણજીતને બહાર જવું છે તેમ કહી ઇક્કો ગાડીમા સાથે બેસાડી
તા .૦૭/ ૧૦/ ૨૦ ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ અર્જુન ગાડી ચલાવેલ અને મરણ જનાર
રણજીત ગાડીની આગળની શીટ ઉપર બેસેલ દરમ્યાન દિપકે પાછળથી નાઇલોન દોરી વડે રણજીતનુ
ગળુ દબાવી ચાલુ ગાડીએ મારી નાખી લાશને રોડની સાઇડમાં ફેકી દઇ વડોદરા પરત આવી ગયેલ.
Y પકડાયેલ આરોપીઓ
(૧) અર્જુન પ્રસાદ શ્યામલાલ
મંડલ રહે. અમર કોમ્લેક્ષ વાસણા રોડ વડોદરા મુળ ભાગોદર જી.ગીરડી
ઝારખંડ (હરીનગર બ્રીજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવે છે.)

રીપોર્ટ:- ઝૂબેર/રૈયાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here