વડોદરા શહેરના માથા ભારે અને અસંખ્ય ગુનાહોમાં સંડોવાયેલો કુખ્યાત અજ્જુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

0
118

વડોદરા શહેરના માથા ભારે અને અસંખ્ય ગુનાહોમાં સંડોવાયેલો કુખ્યાત અજ્જુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
ત્યાર બાદ અજ્જુના રીમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચે પુછપરછ કર્યા બાદ અજ્જુને જેલ હવાલે કરાયો હતો. છેલ્લા ઘણા સમયથી જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુની જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું અજ્જુની હત્યાને પગલે શહેરની અંધારી આલમ તેમજ જેલમાં ચકચાર મચી જવા પામી હતી.
અજ્જુ કાણીયાની શહેર વાડી પોલીસે અટકાયત કરી હતી. અટકાયતની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપીને અજ્જુ કાણીયો ફરાર થયો હતો. ફરાર અજ્જુ કાણીયાને શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડી લાવી હતી. અને તેને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ઘકેલી દેવામાં આવ્યો હતો.સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર જેલમાં અજ્જુ કાણીયાની માથાભારે સાહિલ મહેશ પરમાર સાથે કોઇ કારણોસર અણબનાવ બન્યો હતો. સાહિલ મહેશ પરમાર હત્યાના આરોપમાં સજા ભોગવી રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

સાહિલ મહેશ પરમાર અને અજ્જુ વચ્ચે થયેલી માથાકુટમાં સાહિલ મહેશ પરમારે છતનું પતરૂ ઉખાડીને અજ્જુ કાણીયાના ગળાના ભાગે ફેરવી દીધું હતું. જેને પગલે અજ્જુ કાણીયો ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અજ્જુ કાણીયાને સારવાર અર્થે તાત્કાલીક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નામચીન અજ્જુ કાણીયા એ પાણીગેટ વિસ્તારના એક વેપારી પાસેથી જમીનનો કબજો પડાવી લેવા માટે દસ લાખની ખંડણી અને ફ્લેટની માગણી કરી હતી. પાણીગેટ માંડવી રોડ પર રેડીમેડ ગારમેન્ટનો શોરૂમ ધરાવતા વેપારીએ તેના મકાનની બાજુમાં જ એક જગ્યા રજીસ્ટર બાનાખતથી રાખી હતી અને તે જમીનનો કબજો પડાવી લેવા માટે નામચીન અજ્જુ કાણીયાએ સોપારી લીધી હતી. આરોપી વલી મહંમદને જમીનનો કબજો સોંપવાનો હતો. આ ગુનામાં વાડી પોલીસ મથકમાં અજ્જુ કાણીયાની જૂન મહિનામાં ધરપકડ કરી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા અગાઉ વાડી પોલીસના પહેરા હેઠળ તેને કોરોનાનો ટેસ્ટ કરવા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે પોલીસને હાથ તાળીને આપીને તે નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને મહેસાણા નજીકથી દબોચ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here