વડોદરા ભરૂચ ને.હા 48 પર કંડારી અને માગલેજ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો એક જ બાઈક પર સવાર ત્રણ યુવાનો ને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો..

0
117

વડોદરા ભરૂચ ને.હા 48 પર કંડારી અને માગલેજ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો એક જ બાઈક પર સવાર ત્રણ યુવાનો ને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો..


અકસ્માત માં ત્રણેય યુવાનો ના માથા ફાટી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું..
જેથી કંડારી ગામ પાસે હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા હતા..
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ના કંડારી અને માગલેજ ની વચ્ચે બપોર ના 3 : 30 વાગ્યા ની આસપાસ ત્રણ યુવાનો બાઈક લય કરજણ તરફ જય રહ્યા હતા ..
ત્યારે અજાણ્યા વાહને બાઈક ચાલક ને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો…
અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ત્રણેય યુવાનો હાઇવે પર પટકાતા માથા ફાટી ગયા હતા..
બનાવ ની જાણ થતા રાહદારીઓ અને સ્થાનિકો ધ્વરા 108 ને જાણ કરાતા 108 ત્યાં આવી પહોચી હતી..
પરંતુ ઘટના સ્થળે બાઈકસવાર ત્રણેય વ્યક્તિઓ ના મોત નિપજ્યા હતા.
ત્યાર બાદ કરજણ 108 ના પાયલોટ વિરલ પટેલ અને EMT રાહુલ જોગસન ને બાઈકસવાર નો મોબાઈલ મળતા તેમના પરિવારજનો ને ફોન કરી જાણ કરતા ઘટના સ્થળ પર બોલાવી ને મોબાઈલ સુપ્રત કર્યો હતો…

*કરજણ : વિજય ઠાકોર*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here