વડનગર ખાતે ચાલતા આંદોલનમાં પ્રવિણ રામ સક્રિય થતા અંબુજા જેવી મસમોટી કંપનીએ ઝૂકવું પડ્યું*
ગીર સોમનાથ જિલ્લાના વડનગર ગામે અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિક રોજગારીના મુદ્દાને લઈને છેલ્લા 22 દિવસથી ગાંધીસિંધ્યા માર્ગે ચાલતું હતું ,વડનગર ગામના 9 યુવાનો આમરણ ઉપવાસ ઉપર બેઠા હતા અને ત્યારબાદ એમને પારણા કરાવી વડનગર ગામના અગ્રણી ભરતભાઈ,રમેશભાઈ અને ભીખુભાઈ પણ અન્નનો ત્યાગ કરી આંદોલનને આગળ ધપાવી રહ્યા હતા પરંતુ કંપની કે તંત્રના અધિકારીઓ પ્રશ્નો નું નિરાકરણ થાય એ દિશામાં કોઈ હકારાત્મક વલણ દાખવતા નહોતા અને એટલા માટે અંતે આંદોલનકારી પ્રવીણભાઇ રામ આ લડતમાં સક્રિય થતાં આંદોલન વધારે ઉગ્ર બન્યું હતું ,અનેક મહિલાઓએ કંપનીના રસ્તાઓ બંધ કરાવ્યા હતા તેમજ ગામની મહિલાઓએ કંપનીની મુખ્ય ઑફિસમાં પણ ધામા નાખ્યા હતા અને એટલા માટે કંપનીના અધિકારીઓએ પ્રવીણભાઇ રામ અને ગામના અગ્રણીઓ સાથે આખો દિવસ બેઠકોનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો અને અંતે રાતે 9 વાગ્યાની આસપાસ સ્થાનિક રોજગારીની માંગણીઓને લઈને કંપની લેખિતમાં આપવા તૈયાર થઈ ગઈ હતી , કંપનીમાં હવે કોઈ ભરતી થશે તો પહેલા સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમજ વડનગર ગામના 100 ની આસપાસ બેરોજગાર યુવાનોની યાદીમાંથી કંપનીના બીજા પ્લાન્ટ ખાતે વધુમાં વધુ યુવાનોને રોજગારી આપવી તેમજ ગામના વિકાસ માટે આપવામાં આવતી ગ્રાન્ટ માં 8 લાખ રૂપિયાનો વધારો કરી વાર્ષિક 30 લાખ કરવામાં આવે આ તમામ માંગણીઓ કંપનીએ લેખિતમાં આપી દેતા 23 દિવસથી ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો અને આ રીતે આંદોલનમાં સફળતા મળતા વડનગર ગ્રામજનોએ આંદોલનકારી પ્રવીણભાઇ રામનો આભાર પણ માન્યો હતો
જન અધિકાર મંચ
7096806832,9913341795