- છોટા ઉદેપુર જિલ્લા ના……. બ્રેરકીંગ ન્યુઝ…..
લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા પાનવડ પો.સ્ટે. ખાતે નોંધાયેલ વણશોધાયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો….
પાનવડ પોલીસ સ્ટેશન ફસ્ટ ગ.ર.નં. ૧૧૧૮૪૦૧૦૨૦૦૩૩૪/૨૦૨૦ ઇ.પી.કો. ૩૦૨ મુજબનો ગુનો તા.૦૧/૧૨/૨૦૨૦ ના કલાક ૦૭/૩૦ વાગે પાનવડ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ આ કામે મરણ જનાર યોગેશભાઇ રાજુભાઇ ભરવાડ ઉ.વ.૨૨ રહે.પાનવડ તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો તા.૨૮/૧૧/૨૦૨૦ ના રોજ પશુ ચરાવવા ગયેલો અને બપોરના કલાક ૧૩/૦૦ વાગે પાનવડ થી ગુમ થયેલ જે અંગે પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુમ નં.૦૧/૨૦૨૦ થી રજીસ્ટર કરવામાં આવેલ આ કામે ભોગ બનનાર યોગેશભાઇ ભરવાડ નાઓની લાશ તા.૩૦/૧૧/૨૦૨૦ ના કલાક ૨૩/૦૦ વાગે પાનવડ ગામે સામીધેડ કોતરના પાણીમાંથી મળી આવેલ હતી. આ કામે મરનાર યોગેશભાઇને કોઇ અજાણ્યા ઇસમે જીવલેણ ઇજા પહોંચાડી મોંત નિપજાવેલ. જે ગુનો પ્રથમથી જ વણશોધાયેલ હતો. શ્રી હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓ દ્વારા સદર ગુનો શોધી કાઢવા માટે સુચના કરેલ જે અન્વયે શ્રી એ.વી.કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની ટીમો બનાવવામાં આવેલ જે આધારે શ્રી ડી.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ ટેકનિકલ સર્વૅલન્સ ટીમ તથા સ્ટાફના માણસો સાથે તપાસ કરતા શકદાર તરીકે દુરસીંગભાઇ ઉકેડભાઇ રાઠવા ઉ.વ.૨૫ રહે.પાનવડ ભાભરી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓને લાવી યુકિત પ્રયુકિતથી ઘનિષ્ઠ પુછપરછ કરતા પોતાની પ્રેમીકા સાથે સદર મરણ જનાર નાનો ફોન ઉપર વાતચીત કરતો હોય તેવો શક વહેમ રાખી તા.૨૮/૧૧/૨૦૨૦ ના રોજ બપોરના સમયે મરણજનાર યોગેશભાઇ ભરવાડને એકાંતમાં લઇ જઇ ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી જતો રહેલ અને થોડા સમય બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો (૧) સંજયભાઇ રમણભાઇ તડવી (૨) કચુડીયાભાઇ રમણભાઇ રાઠવા (૩) મનુભાઇ રણીયાભાઇ કોલચા નાઓને બોલાવી ફરીથી સ્થળ ઉપર જઇ યોગેશની તપાસ કરતા તેનો શ્વાસ ચાલુ હોવાનું જણાતા તેઓએ ભેગા મળી તેનું મોંત નિપજાવેલ અને લાશને સગે-વગે કરવાના ઇરાદાથી લાશને સંતાડી દીધેલ અને મરણ જનારનું મોંત પાણીમાં ડુબી જવાના કારણે થયેલ હોવાનું ઉપજાવી કાઢવા સારૂ તા.૩૦/૧૧/૨૦૨૦ ના રાત્રીના અંધારામાં લાશને ઉચકીને કોતરના પાણીમાં નાખી દીધેલ.
આમ વણશોધાયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે…….. .રીપોટર સમીર ઘોરી કવાંટ