લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા તથા સાગબારા પોલીસ,

0
343

લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા તથા સાગબારા પોલીસ,

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.નર્મદા તથા જી.કે.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો તથા સાગબારા પોલીસ સ્ટેશન ના માણસોએ બાતમી આધારે લાલસીંગ ભાઈ સેગજીભાઇ વસાવા રહેવાસી દેવસાકી ગામ,પટેલ ફળીયુ,તા.સાગબારા,જી.નર્મદા ના પોતાના કબ્જા ભોગવટાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કુલ કિંમત રૂપીયા ૧૬,૬૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સાગબારા
પો. સ્ટાફે કામગીરી કરી હતી, સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ, એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here