રીગાપાદર ગામની ૧ થી ૫ ની પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ખાલી જગ્યા ભરવા ગ્રામજનોની માગ રીગાપાદર ગામની ધોરણ ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી એક જ શિક્ષકના શિરે થોભી શિક્ષણ કાર્ય ચલાવામા આવી રહ્યું છે એક જ શિક્ષક હોવાથી બાળકોને યોગ્ય પુરતાં સમય સુધીનું શિક્ષણ ન મળતું હોવાની રજુઆતમાં રાવ

0
125

રીગાપાદર ગામની ૧ થી ૫ ની પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ખાલી જગ્યા ભરવા ગ્રામજનોની માગ


રીગાપાદર ગામની ધોરણ ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી એક જ શિક્ષકના શિરે થોભી શિક્ષણ કાર્ય ચલાવામા આવી રહ્યું છે એક જ શિક્ષક હોવાથી બાળકોને યોગ્ય પુરતાં સમય સુધીનું શિક્ષણ ન મળતું હોવાની રજુઆતમાં રાવ


મુખ્યમંત્રી રાજ્યપાલ શિક્ષણ મંત્રી કલેક્ટરને સંબોધીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમૅદાને આવેદનપત્ર આપી છેલ્લા ચાર વર્ષથી એક શિક્ષકની ખાલી જગ્યા યોજાનાર વધ -ધટ કેમ્પમાં પુરી શિક્ષકની નિમણુંક કરવા માગણી કરાઈ
નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉંડાણ વિસ્તારમાં આવેલ રીગાપાદર ગામની ધોરણ ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળા છેલ્લા ચાર વર્ષથી એક જ શિક્ષકના શિરે થોબી દીધી છે આખી શાળાનું શિક્ષણ કાર્ય એક જ શિક્ષકના શિરે ચાલી રહ્યું છે શાળામાં છેલ્લા ચાર વર્ષથી એક શિક્ષકની ખાલી જગ્યા આજદિન સુધી ભરવામાં આવેલ નથી છેલ્લા ચાર વર્ષથી એક જ શિક્ષક ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોને ભણાવી રહ્યો છે ગામમાં આવેલ ધોરણ ૧ થી ૫ સુધીની શાળામાં એક જ શિક્ષક નિમણુંક કરેલ હોવાથી ગામના બાળકોને યોગ્ય પુરતાં સમય સુધીનું શિક્ષણ ન મળવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ગ્રામજનોએ મુખ્યમંત્રી રાજ્યપાલ શિક્ષણ મંત્રી કલેક્ટરને સંબોધીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમૅદાને આવેદનપત્ર આપી છેલ્લા ચાર વર્ષથી એક શિક્ષકની ખાલી જગ્યા આગામી ૪ ડીસેમ્બરે યોજાનાર શિક્ષક વધ -ધટ કેમ્પમાં એક શિક્ષકની ખાલી જગ્યા ભરીને શિક્ષકની નિમણુંક કરવા માગણી કરવામાં આવી છે
રીગાપાદરના ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમૅદાને આપેલ આવેદનપત્રમાં કરેલ રજુઆતમાં જણાવ્યા મુજબ નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉડાણ વિસ્તારના રીગાપાદર ચોપડી ગામે ધોરણ ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળા આવેલ છે જે શાળાનાં વગૅ ખંડમાં ગામના બાળકો શિક્ષણ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના વગૅ ખંડની શાળામાં બે શિક્ષકોની જગ્યા આવેલ છે પરંતુ આ શાળામાં બે શિક્ષકોની જગ્યાની ભરતી પ્રક્રિયા કરવાને બદલે ફક્ત એક શિક્ષકની ભરતી પ્રક્રિયા કરીને એક જ શિક્ષકની જગ્યા ભરવામાં આવેલ છે જયારે બીજા શિક્ષકની ભરતી પ્રક્રિયા કરી જગ્યા ભરવામાં આવેલ નથી હાલ શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવી ધોરણ ૧ થી ૫ સુધીનાં વગૅ ખંડના બાળકોને અભ્યાસ કરાવી ભણાવી રહ્યા છે શાળામાં એક શિક્ષકની ઘટનાં અભાવના કારણે બાળકોને પુરતાં સમયનું યોગ્ય શિક્ષણ મળતું નથી જેથી બાળકોનું શિક્ષણ કાયૅ ખોરવાઈ રહ્યું છે જેથી બાળકોના ભાવિ ઉપર ખુબ મોટી ગંભીર અસર પડી રહી છે જેથી વિદ્યાર્થીઓનાં ભાવિના હિતને અસર ન થાય તે રીતે એક શિક્ષકની ધટની ખાલી જગ્યા ભરવા આગામી ૪ ડીસેમ્બરે યોજાનાર શિક્ષક વધ-ધટ કેમ્પમાં ભરતી પ્રક્રિયાની કાયૅવાહી કરીને એક શિક્ષકની ધટની ખાલી જગ્યા ભરીને વહેલી તકે એક શિક્ષકની નિમણુંક કરવામાં આવે તેવી ગ્રામજનોએ આવેદનપત્ર આપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરી માગણી કરવામાં આવી છે
બોક્ષ

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.એમ.પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે રીગાપાદર ગામના લોકોની રજુઆતને ધ્યાને લઈ ૪ ડીસેમ્બરે ડેડીયાપાડા ખાતે યોજાનાર વધ-ધટ કેમ્પમાં શિક્ષકની ખાલી જગ્યા ભરીને શિક્ષકની નિમણુંક કરી શાળામાં ફાળવણી કરી દેવામાં આવશે


જેસીંગ વસાવા,નમૅદા જિલ્લા બ્યુરોચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here