*રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 100 જેટલાં કોરોના વોરીયર્સ ને બે મહીના થી પગાર નહીં મળતાં હડતાળ ની ચિમકી*
*એજન્સી સંચાલકો ના ઉડાઉ જવાબો થી વાજ આવેલા કરાર આધારીત હેલ્થ વર્કરો, સ્વીપર સહીત વહીવટી સ્ટાફ નુ પગાર નહીં તો કામ નહીં નુ અલ્ટીમેટમ*
રિપોર્ટર- આરીફ મન્સૂરી રાજપીપળા
રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ મા ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી નામ ની આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા મેન પાવર પુરું પાડવાનું કામ કરવામા આવે છે, એજન્સી હેઠળ કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટરો, નર્સિંગ સ્ટાફ તેમજ હાઉસ કીપીંગ સ્ટાફ ને એજન્સી દ્વારા છેલ્લા 2 મહીના થી પગાર ચુકવવામાં આવ્યો નથી. આ બાબત ને લઈ આઉટસોર્સિંગ કર્મચારીઓ મા ભારે રોષ ફેલાયો છે, એમની વારંવાર ની વિનંતીઓ હોસ્પીટલ ના વહીવટી અધિકારીઓ ના બહેરા કાન ઉપર અથડાઈ ને પાછી આવી જાય છે.
વધુ વિગત મેળવતા જાણવા મળેલ છે આ બાબતે ગુજરાત સરકાર તરફ થી એસક્રો બેંક એકાઉન્ટ ગત તારીખ 5/11/2020 ના રોજ પરીપત્ર કરેલ હોવા છતાં કોન્ટ્રાકટર ની જડતા ને કારણે કર્મચારીઓ ના સરકારી પરિપત્ર મુજબ ખાતાં ખુલ્યાં નથી, આમ પાડા ના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે. નાણાં ના અભાવે ભાડે મકાન રાખી કામ કરતાં કર્મચારીઓ નુ જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. મકાન માલિકો દ્વારા ભાડાં ની માંગણી કરી નહીં ચુકવી શકવાની સ્થિતિ મા મકાન ખાલી કરી દેવા સુધી ના ઉચ્ચારણો કરાયા છે, કેટલાય કર્મચારીઓ ના ગુજરાન ચલાવવા ના પણ સાંસા પડી રહ્યાં છે, આ બાબતે રોષે ભરાયેલા 100 જેટલાં કર્મચારીઓ એ આજે પગાર નહી તો કામ નહીં નુ અલ્ટીમેટમ આપી સામુહિક રીતે નોકરી ઉપર થી રજા રાખી વિરોધ નુ શસ્ત્ર ઉગામ્યું હતું અને તંત્ર ને ઝંઝોડવાનો પ્રયત્ન કરી કલેકટર નર્મદા ને આવેદનપત્ર પાઠવ્યું હતું.