-
- રાજપીપળા નજીકના ભદામ ગામની કરજણ નદી માં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણી માં લાપતા : શોધખોળ ચાલુ
રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદી માં આજે બપોરે નાહવા પડેલા પાંચ જેવા નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણી માં ડૂબી ગયા હોય રાજપીપળા નગર પાલિકા ની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી રહી છે.નાહવા પડેલા પાંચ બાળકો પૈકી બે પાણીમાં ડૂબતા જ બાકીના બે ડર ના માર્યા ચાલ્યા ગયા હતા જ્યારે અન્ય એક બાળક રેસ્ક્યુ ટિમ ને જાણકારી આપી રહ્યો છે.આમ પણ સાંજે પડી જતા અંધારા ના કારણે ફાયર ટિમ ને રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી છે છતાં પાલિકા ના ફાયર ફાયટરો હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ની કામગીરી કરી રહયા છે.જોકે હજુ દૂધી ડૂબેલા બે બાળકો ની કોઈ ભાળ મળી નથી ઘટના સ્થળે ગ્રામજનો ના ટોળાં મોટી સંખ્યા માં ઉમટી પડ્યા છે.બાળકોના પરિવારજનો ત્યાં આક્રંદ કરતા નજરે પડ્યા હતા.
- રાજપીપળા નજીકના ભદામ ગામની કરજણ નદી માં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણી માં લાપતા : શોધખોળ ચાલુ