રાજપીપળામાં રાજ્યપાલના આગમન ટાણે ગરીબો ના રોજગાર બંધ*
રિપોર્ટર. આરીફ મન્સૂરી રાજપીપળા
રાજયપાલ મુખ્યબજારમાંથી પસાર થવાના હોવાથી ધંધાઓ બંધ રાખવા તંત્રની સૂચનાથી લોકોમાં રોષ
ઉતરાયણ પર્વે માંડ ધંધાઓ જામ્યા છે ત્યાં VVIP ઓના સ્વાગતમાં લોકોની રોજી છીનવાશે
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે, તેઓ પોઈચા મંદિર ખાતે આવી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા પોઈચા નજીક કોઈ હેલિપેડ ન બનાવવું પડે એ માટે રાજપીપળાનું એરોડ્રામ કે જ્યાં ત્રણ હેલીપેડ બન્યા છે તથા એર સ્ટ્રીપ પણ બનાવવામાં આવી રહી છે 11 મી જાન્યુઆરીએ સવારે રાજ્યપાલનું હેલિકોપટર લેન્ડ થશે જ્યાં એમનું ગાર્ડ ઓફ ઓનર આપી રોડ માર્ગે પોઈચા જવા રવાના થશે.
ત્યારે તંત્ર દ્વારા રૂટ ઉપર આવતા લારી ગલ્લા વાળાઓ ને રાજ્યપાલ ના આગમન ના દિવસે ધંધા બંધ રાખવા સૂચન કરાતા રોષ ની લાગણી જોવા મળી રહી છે કોરોના કાળ ના લોકડાઉન બાદ માંડ ધંધા રોજગાર જમ્યા છે ત્યારે vvip ઓના આગમન ટાણે ગરીબોની રોજી રોટી છીનવાશે જેથી લોકોમાં રોષ ની લાગણી ફેલાઇ છે