રસલીયા ગામની સીમમાં સુઝલોન કંપની ની પવનચક્કી શોર્ટ સર્કિટ થતા ૬ થી ૭ એકર જમીન માં ઘાસ બળીને ભસ્મ થઈ ગયું હતું.

0
57

આજે બપોરના ચાર વાગ્યાની આસપાસ રસલીયા ગામની સીમમાં સુઝલોન કંપની ની પવનચક્કી શોર્ટ સર્કિટ થતા ૬ થી ૭ એકર જમીન માં ઘાસ બળીને ભસ્મ થઈ ગયું હતું બે દિવસ અગાઉ રસલીયા ની બીજી માં આવી જ રીતનો પવનચક્કી માં શોર્ટસર્કિટ થતાં આઠ થી નવ એકર જમીન બે દિવસ આવા પણ બળીને ભસ્મ થઈ ગયું હતું આવા બનાવ અનેક વખત રસલીયા ગામ માં બની રહ્યા છે ક્યારેક રાષ્ટ્રીય પક્ષી મોર શોર્ટ સર્કિટ લાગતા મૃત્યુ પામે છે ક્યારેક પશુઓ તેમજ પક્ષીઓ માટે આ પવનચક્કી એક જામ દુત સાબિત થઇ રહી છે પશુઓ માટે તેમજ પક્ષીઓ માટે ટૂંક સમયની અંદર સીમાડો નહીં રહે તેમ જ પક્ષીઓ અને પશુઓ પણ નહીં રહે. તમામ પવનચક્કી ઓનલાઇન અંડરગ્રાઉન્ડ થાય તેવી આ વિસ્તારના લોકોની માગણી છે તેમજ ગૌચરમાં આવેલી તમામ પવનચક્કી તેમજ રસ્તાઓ થાંભલાઓ કાઢી નાખવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકોની માગણી છે જો સરકાર આના ઉપર વિચારે નહીતો ટૂંક સમયની અંદર લોકો પોતાની જાગૃતિ બતાવી અને આવી કંપનીઓને સબક શીખવાડશે તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે સામાજિક કાર્યકર જુવાન સિંહ જાડેજા રસલીયા
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here