માર્ગ પર ઉકાઇ ડેમનુ પાણી ફરી વળતા ગ્રામજનોને અવર જવર મા કફોડી હાલાકી તંત્ર ભર નિદ્રામાં,

0
468

માર્ગ પર ઉકાઇ ડેમનુ પાણી ફરી વળતા ગ્રામજનોને અવર જવર મા કફોડી હાલાકી તંત્ર ભર નિદ્રામાં,

આજરોજ આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લા અધ્યક્ષ ડો. કિરણ વસાવા એ સાગબારા તાલુકા ના મોટીદેવરૂપણ ગામ ની મુલાકાત લીધી.
નર્મદા સાગબારાના મોટી દેવરૂપણ ગામ ના મુખ્ય રસ્તા ના પુલ ઉપર ઉકાઇ ડેમનુ પાણી દર વર્ષે પુલ ઉપર ફરી વળે છે. જેના કારણે કામ કાજ તેમજ સંપર્ક વિહોણું બની વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે.તેમજ પીડીત લોકો ને પણ ઊંચકી ને ગામમાથી દવાખાને લાવવા મજબૂર બને છે.જયારે ગર્ભવતી બહેનો ને કઈ રીતે દવાખાને પોહચાડવું એવી બોજ મોટી ગંભીર સમશ્યાઓ ઉભી થાય છે.જેથી આવી તકલીફો સરકારી તંત્ર ને ખબર પડતી નથી. સાથે સત્તા ઉપર બેઠેલા લોકો ને પણ સામાન્ય અને લાચાર પ્રજાની પડેલી હોતી નથી.તેવુ ડો. કીરણ વસાવા એ જણાવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીની એજ માંગ છે કે જો સરકાર અમારી માંગ પુરી નહીં કરે તો અમે ગાંધીચિંધ્યે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી,

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here