મહીસાગરનું સખી વન સ્‍ટોપ સેન્‍ટરે માનસિક અસ્‍વસ્‍થ વૃધ્ધાને પરિવાર સાથે મિલન કરાવ્યું સખી વન સ્‍ટોપ સેન્‍ટર સાચા અર્થમાં મહિલાનું બન્‍યું સખી લુણાવાડા ::

0
89

મહીસાગરનું સખી વન સ્‍ટોપ સેન્‍ટરે માનસિક અસ્‍વસ્‍થ વૃધ્ધાને પરિવાર સાથે મિલન કરાવ્યું


સખી વન સ્‍ટોપ સેન્‍ટર સાચા અર્થમાં મહિલાનું બન્‍યું સખી
લુણાવાડા ::
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્‍ટોપ સેન્‍ટર – સખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. સખી વન સ્‍ટોપ સેન્‍ટરમાં મહિલાઓ સાથે કોઇપણ હિંસાના કિસ્‍સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ આ સેન્‍ટર પરથી મળી રહે છે. હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્‍યાઓના સમાધાન માટે એક માત્ર સ્‍થળ હોય તો સખી વન સ્‍ટોપ સેન્‍ટર છે. જયાં મહિલાઓને આપાતકાલીન સેવા, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજિક સમસ્‍યાઓમાં પરામર્શ-માર્ગદર્શન, હંગામી ધોરણે આશ્રમ જેવી સહાય કરવામાં આવે છે.
કોરોના વાયરસની મહામારીના સમય ગાળામાં કોટેજ હોસ્પિટલના પ્રતિક્ષા ગૃહમાંથી માનસિક અસ્‍વસ્‍થ મહિલા સખી વન સ્ટોપ સેન્ટરને મળી આવેલ હતી. આ વૃધ્ધ મહીલાને સખી વન સ્‍ટોપ સેન્‍ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણીભર્યા વાતાવરણનું નિર્માણ કરી તેણીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્‍તુઓ સવાર-સાંજ ચા-નાસ્‍તો અને જમવાનું આપવાની સાથે મેડીકલ સારવાર કાઉન્‍સેલીંગ કરી તેઓના સગા વહાલા સંપર્ક કરી તેમના વાલી-વારસોને સખી વન સ્‍ટોપ સેન્‍ટર મહીસાગર દ્રારા આ વૃધ્ધ મહિલાનું પનઃસ્થાપન કરાતાં તેમના પરિવારએ સખી વન સ્‍ટોપ સેન્‍ટર મહીસાગર નો સહદય આભાર વ્યકત કર્યો હતો.
આમ, માનસિક અસ્‍વસ્‍થતાના કારણે પરિવારથી વિખૂટી પડી ગયેલ મહિલાની માટે સાચા અર્થમાં સખી વન સ્‍ટોપ સેન્‍ટર સખી બની ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here