મહિલા સામખ્ય નર્મદા દ્ધારા રોજગાર તાલીમનું આયોજન

0
28

મહિલા સામખ્ય નર્મદા દ્ધારા રોજગાર તાલીમનું આયોજન:

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે મહિલા સામખ્ય એ મિશન મંગલમ સાથે કોર્ડીંનેશન કરી તાલુકા પંચાયત હોલ ખાતે સંઘ મહાસંઘની બહેનો સાથે મળીને બહેનોને ગૃહ ઉદ્યોગ તેમજ આર્થિક રોજગારી કઈ રીતે મેળવવી તેમજ ગૃહ ઉદ્યોગો થકી આર્થિક પરિસ્થિતિ ને દૂર કરવા તેનું વેચાણ માર્કેટિંગ વિશે તાલીમાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેવી રીતે મહાત્મા ગાંધીજી એ કહ્યુ હતુ કે ભારત દેશ માં કરોડો ખેડૂતો વસે છે, પરંતુ ખેતીની આવક પુરતી ન થાય તેમાં ટેકો કરવા માટે ગૃહ ઉદ્યોગ ખુબજ જરૂર છે,અને બેકારી ઘટે અને ગ્રામ્ય લેવલે સ્થાનિક રોજગારી મળી રહે તે હેતુસર , મહિલા સામખ્ય ના જે.આર.પી. પ્રજ્ઞાબેન તેમજ તાલીમાર્થીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને આર્થિક રીતે આગળ આવે એ બાબતે મુહિમ ઉઠાવી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ટૂંક સમય માં આ કાર્યની શરૂઆત થશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમ માં જે.આર.પી. પ્રજ્ઞા બેન , નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ નાં નર્મદા જિલ્લા પ્રમુખશ્રી. જયદીપ વસાવા, આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી.સર્જન વસાવા તેમજ સંઘ, મહાસંઘ નાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

✒️ બ્યુરો રિપોર્ટ જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here