ભારત સરકાર યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા (ગરૂડેશ્વર)
નેહરૂ યુવા કેન્દ્ર ના સ્વયંમસેવક તડવી રજનીભાઈ.પી દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગામ. ઝરીયા શ્રી એન.એસ. કોન્ટ્રાકટર વિધાલય ખાતે તા.૨૩/૦૧/૨૦૨૧ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૨૫ મી જન્મ જયંતી (પરાક્રમ દિવસ)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી યોગેશ કુમાર.એમ.વસાવા સરપંચ શ્રી તડવી સતિષભાઈ.એમ શ્રી બી.બી.ગોહિલ શ્રી સુરેશભાઈ.આર.પટેલ શ્રીમતી ઉર્મિલાબેન.કે.દેશમુખ શ્રી જશુભાઈ.કે.તડવી શ્રી ચંદુભાઈ.પરમાર ગૃહપતિ શ્રી આર.આઈ.માછી શ્રી અજયભાઈ.આર.તડવી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી તડવી ચિરાગભાઈ એ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મ જયંતી પરાક્રમ દિવસ પર પ્રવચન આપ્યું હતું.ત્યાર બાદ ગામ ઝરીયા શ્રી એન.એસ. કોન્ટ્રાકટર વિધાલયથી ચુકા ચોકડી સુધી રેલી પણ કાઢવામાં આવી હતી આ રેલીમાં શાળાના શિક્ષકો સરપંચ શ્રી યુવા મંડળ ના યુવા નો પણ જોડાયા હતા. ભારત માતા કી જય.તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા તેમજ વંદે માતરમ્ ના વિધાર્થીઓ દ્વારા ખુબ મોટા અવાજ માં સુત્રો પણ બોલાવવામાં આવ્યા હતા.અને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો