ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની કવાટરીયા કાર સહિત ઝડપી પાડતી ડેડીયાપાડાની પોલીસ,

0
368

ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની કવાટરીયા કાર સહિત ઝડપી પાડતી ડેડીયાપાડાની પોલીસ,

દારૂના દુષણને ડામવા માટે શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ.શ્રી પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલ નાઓના સીધા સુપરવીઝન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન યાહ મોગી ચોક દેડીયાપાડા ખાતે આવતા પો.સ.ઇ. એ.આર.ડામોર નાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, એક કાળા જેવા કલરની ફોર્ડ ફોર વ્હીલર ગાડીનો ચાલક ઇગ્લીશ દારૂ ભરીને સાગબારાથી દેડીયાપાડા તરફ આવે છે. જે માહિતી આધારે બે પંચોના માણસો સાથે ધામણખાડીના પુલ પાસે નાકાબંધી કરતા બાતમીબાળી ગાડી આવતા તેને રોકતાં ગાડીનો ચાલક પોતાની ગાડી ઉભી રાખી ચાલક તથા બાજુમાં બેસેલ ઇસમ નાસવા લાગેલ જે પૈકી બાજુમાં બેસેલ ઇસમને નજીકમાંથી પકડી લીધેલ અને ડ્રાઇવર નાસી ગયેલ જેથી સાથેના પંચો રૂબરૂ ગાડીમાં ઝડતી તપાસ કરતા પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટના રોયલ બ્લ્યુ મેલ્ટ વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ના પ્લા.ના ક્વાટરીયા મળી આવેલ જે એક બોક્ષમાં કુલ ૪૮/- નંગ પ્લા.ના ક્વાટરીયા લેખે કુલ-૨૦ પેટીમાં ૯૬૦/- પ્લા.ના ક્વાટરીયા મળી આવતા એક પ્લા.ના ક્વાટરીયા ની કિ.રૂ.૫૦/- લેખે ૯૬૦/- પ્લા.ના ક્વાટરીયા ની કિ.રૂ.૪૮૦૦૦/- તથા ફોર ગાડી કિ.રૂ.૨,00,000/- તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ના પ્રોહી.મુદામાલ સાથે આરોપી-પ્રવિણભાઇ દયારામભાઇ ભોઇ રહે-ખાપર તા.અક્લકુવા જી-નંદુરબાર વાળાને પકડી નાસી જનાર વિકી રવીભાઇ સીધે રહે-ખાપર વાળાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એ.આર.ડામોર નાઓએ હાથ ધરેલ છે

✒️જેસીંગ વસાવા
(બ્યુરો ચીફ નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here