ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ.

0
1119

ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ.

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આ રાજીનામું સ્વીકાર કર્યુ છે.


મનસુખ વસાવાએ જણાવ્યુ કે ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

મહત્વપૂર્ણ છે કે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાના ઇકો સેન્સિટિવ ઝોન વિરોધના પગલે પક્ષ નારાજ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here