બોડેલીના સૂર્યા વસાહતમાં બે ગઠિયાઓ ખેડૂતને છેતરતા ઝડપાયા.

0
486


બોડેલીના સૂર્યા વસાહતમાં બે ગઠિયાઓ ખેડૂતને છેતરતા ઝડપાયા.


બોડેલી ની સૂર્યા વસાહતમાં બે ગઠિયાઓ બે ખેડૂત ને મોબાઈલ ફોન,દવા છાંટવા ના પમ્પ અને એલ ગાડી ખાતર આપવાનું કહી ૧૮૫૦૦/- રૂપિયા પડાવી લીધા હતા ખેડૂતો છેતરપીંડી ને એહસાસ થતા બન્ને ઠગ સાથે કડકાઇથી વાત કરતા મનોરંજન બેન્ક ની નકલી નોટ પકડાવતા ખેડૂતો બંને પોલીસ ને સોંપી દીધા હતા.
બનેલ ઘટના મુજબ બોડેલી તાલુકાના સૂર્યા વસાહતમાં રહેતા ખેડૂતો પાસે બે ગઠિયા પ્રોફેશનલ સેલ્સમેંન ના વેશ માં આવી ખેડુતો લુભાણી લાલચ આપી હતી જેમાં વસાહતના બે ખેડૂતો વાતોમાં આવી જતા એક ખેડૂતને ડી.એ.પી ખાતર ની ગાડી આપવા ની કહી ૧૫૦હજાર રૃપિયા રોકડા લીધા હતા જ્યારે બીજા ખેડૂત ને દવા છાંટવા ના બે પમ્પ અને સ્માર્ટ મોબાઈલ ફોન આપવાનું કહી ૩૫૦૦રૂપિયા લીધા થોડાક દિવસ બાદ બન્ને ખેડૂતો છેતરપીંડી થયા એહસાસ થતા બન્ને ગઠિયાઓ ને લાલચ આપી પાછા ગામ બોલાવી ખેડૂતો એ કડકાઇથી આવેલ નાણાં પરત માંગતા બન્ને ઠગો એ ભારતીય મનોરંજન બેન્ક ની નકલી 500અને 2000 હજાર ની નોટો આપી હતી જેને લઈ ખેડૂતો અને ગામ લોકો ભેગા થઈ બોડેલી પોલીસ ને જાણ કરી બન્ને ગઠિયાઓ સોંપી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here