બોડેલીના મોડાસર ખાતે આવેલ જલારામ એન્ટરપ્રાઇસ નામના બાયોડીઝલ સામે અને નસવાડીના નિરાલી બાયોડિઝલ પંપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના મોડાસર ગામ પાસે બાયોડીઝલ પંપ આવેલો છે. વિપુલભાઈ વસંતભાઈ બારીયા નાઓનો આ જલારામ એન્ટર પ્રાઈઝ નામના બાયો ડીઝલ પંપ છે. બાયોડિઝલ પંપની ચકાસણી કરી બાયોડિઝલના નમુના લેવામાં આવ્યા હતા. અને નસવાડીના કવાંટ રોડ પર આવેલા નિરાલી બાયોડીઝલ નામનો બાયો ડીઝલ પંપ સિકંદર ભાઈ મહંમદ ભાઈ મેમણ નાઓનો છે. આ બંને બાયો ડીઝલ ના નમુના લઇને વડી કચેરી મારફતે પુઠ્ઠ કરણ માટે ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગરને મોકલવામાં આવેલ હતા જે નમૂના અંગેના ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગરના પૂઠ્ઠ કરણ અહેવાલની વિગતો અનુસાર બાયો ડીઝલ પંપનું લેવાયેલ બાયો ડીઝલ ના નમૂનાનું પ્રવાહી મુજબની લાક્ષણિકતાઓ જરૂરિયાતને સંતોષાતુ નથી તેમ જણાવેલ હતું.કલેકટર છોટાઉદેપુરના હુકમથી બાયો ડીઝલ પંપમાથી લેવાયેલ બાયોડિઝલના નમૂના નાપાસ થયેલ હોય બાયો ડીઝલ પંપ સંચાલક દ્વારા બાયો ડીઝલ માં અન્ય કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટની ભેળસેળ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલ હોય તેથી પોલીસ ફરિયાદ કરવા મામલતદાર દ્વારા જણાવ્યું હતું.