બિરસામુંડા જન્મ જયંતિ અને ભિલિસ્તાન ટાઇગર સેના નો સ્થાપના દિવસ વોલીબોલ ટુર્નામેન્ટ રાખી ને ઉજવવામાં આવ્યો.

0
144

બિરસામુંડા જન્મ જયંતિ અને ભિલિસ્તાન ટાઇગર સેના નો સ્થાપના દિવસ વોલીબોલ ટુર્નામેન્ટ રાખી ને ઉજવવામાં આવ્યો.

15 નવેમ્બર રવિવાર ના રોજ જનનાયક બિરસામુંડાજી ની 145 મી જન્મજયંતિ તથા ભિલિસ્થાન ટાઇગર સેના ના છઠ્ઠા સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે બિરસામુંડા ટ્રાઇબલ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજીત ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ દેડિયાપાડા તાલુકાના એ. એન. બારોટ વિદ્યાલય ખાતે રાખવા મા આવેલ હતું જેમાં 40 થી વધારે ટીમો એ ભાગ લીધો હતો ખેલાડીઓ એ જોરદાર રમત રમી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ટીમો ની ભારે રસાકસી બાદ અનુક્રમે વાલોડ, આંબાપારડી, અંકલેશ્વર,દેડિયાપાડા, સેલંબા, તરોપા, મોઝા જેવી આઠ ટીમો ને પ્રોત્સાહીત ઇનામો અને ટ્રોફી ઓ BTP રાષ્ટ્રીય સંયોજક અને ભૂત પૂર્વ રાષ્ટ્રીય હોકી પ્લેયર કે મોહન આર્ય, કિસાન મજદૂર સંઘ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતરભાઇ વસાવા, BTS નર્મદા જિલ્લા પ્રમુખ મહેશભાઈ ગેબુભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા, તાલુકા પંચાયત દેડિયાપાડા પ્રમુખ માધવસિંહ વસાવા,BTP દેડિયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા BTP ઉપપ્રમુખ જગદીશ વસાવા ના હસ્તે અાપી સન્માન કરવામાં આવ્યું હતું,

✒️જેસીંગ વસાવા
બ્યુરો ચીફ નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here