ફાગણ પહેલાં કેસૂડો મોર્યો.હોળી નજીક આવતાંની સાથે જ વનરાય ફૂલો નો મહારાજા કેસૂડાં એ છોટાઉદેપુર ના જંગલો માં સોળે કળાએ ખીલી ઉઠ્યાં.

0
47

*ફાગણ પહેલાં કેસૂડો મોર્યો…!*

*હોળી નજીક આવતાંની સાથે જ વનરાય ફૂલો નો મહારાજા કેસૂડાં એ છોટાઉદેપુર ના જંગલો માં સોળે કળાએ ખીલી ઉઠ્યાં.*

દર વર્ષની જેમ ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળી ના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે,વનરાય ફૂલો નો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળી ના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે પરંતુ આ વર્ષે અધિક માસ તેમજ ગ્લોબલ વોર્મિંગ ની અસરોના લીધે લગભગ ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં મહોરતો કેસૂડો ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં જ પોતાનો રંગ બતાવતા લોકો માં ચર્ચાઈ રહ્યું છે કે બે મહિના દુર રહેલા હોળી ના તહેવારો સુધી માં ખાખરા ના ઝાડ પર ફાફળા જોવા મળી શકે છે..!
છોટાઉદેપુર જિલ્લાના સિંગલાઘાટી, કવાંટ તાલુકાના આંબા ડુંગર, કડીપાણી,ના જંગલો ઉપરાંત પાવીજેતપુર તાલુકાના પાણીબાર,સજૂલી,દેગલા અને તીખા ના જંગલો તથા રંગલી વિસ્તાર અને નસવાડી તાલુકાના દુગ્ધા વિસ્તારમાં તેમજ જાંબુઘોડા ના જંગલો માં હાલ કેસૂડાં એ રંગ જમાવ્યો છે, અને આકર્ષણ જમાવ્યું છે.
શિયાળાની વિદાય બાદ પાનખર ની શરૂઆત સાથે વસંત ઋતુ માં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિ નો નિખાર તરી આવે છે ત્યારે જંગલો માં પણ મનમોહક માધુર્ય રેલાઈ એ સ્વાભાવિક છે.
આજના કેમિકલ યુગમાં કુદરતી વનસ્પતિ ઓ ના રંગો થી ભલે ધૂળેટી નહીં રમાતી હોય પરંતુ ધૂળેટી માં કેસૂડો યાદ આવ્યાં વગર રહે નહીં.!
છોટાઉદેપુર જિલ્લાના પ્રક્રુતિપ્રેમી અને પર્યાવરણવિદ વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે વાસ્તવમાં કેસૂડાં ના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવા નો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિનાના આગમન કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, ઉનાળાનાં ચાર મહિના ની ગરમી થી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે, કેસૂડાં ના ફૂલો સૂકવીને તેનો ભૂક્કો આખી રાત પાણીમાં પલાળીને સવારે ત્વચા પર લગાવવાથી બળબળતા તાપમાં પણ ત્વચા નું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પહેલા ના સમયે આ પ્રયોગ કરાતો, અને કેસૂડો ઉનાળા દરમિયાન ચામડી ના રોગો ને માનવશરીર થી દુર રાખવા માં ખુબ ઉપયોગી નીવડે છે, આમ કેસૂડો ખુબ જ માનવઔષધિય ગુણો ધરાવે છે.
હાલમાં કેમિકલ રંગોના મોહમાં કેસૂડાં ની જગ્યાએ કેમિકલ રંગો લઇ લીધી હોય જેથી આરોગ્ય સુધારવા ની જગ્યા બાજુ પર પરંતું બગડે છે વધુ પણ તે વાત આપણે ભૂલી રહ્યા છીએ.

આપણા વડવાઓ જે તે સમયે જંગલો માં થતી વનસ્પતિ ઓ ના માનવશરીર માટે ઔષધિય ગુણો ની પરખ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગ માં લેતાં,આમ કેસૂડો માત્ર ધૂળેટી રમવા પુરતો સિમિત નથી પરંતુ એક અમૂલ્ય ઔષધિ તરીકે અને માનવશરીર ને અસંખ્ય રોગો થી દુર રાખવા મહત્વપૂર્ણ હોય છે,જેનો વસંત ઋતુ માં ખીલેલો કેસુડો ઉદાહરણ રૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here