પ્રકૃતિ ના સાનિધ્ય માં જીવન ગુજારો કરનારા આદીવાસીઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત,

0
376

પ્રકૃતિ ના સાનિધ્ય માં જીવન ગુજારો કરનારા આદીવાસીઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત,

ભારત દેશ આઝાદીને 73 વર્ષ પૂર્ણ હવા છતાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પ્રકૃતિના ખોળામા‌ વસનાર આદિવાસીઓ કેટલાક ઉડાણના વિસ્તાર ના ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ થી વંછીત રહ્યા છે. ત્યારે સરકારની ગુજરાત મોડલ ની વાતો અહીંયા સાબિત થાય છે. અને રાજ્ય સરકારે લાગુ કરેલ પેસા એકટ પ્રમાણે પણ ક્યાંય કામ થતું નથી ત્યારે રાજ્યમાં પ્રથમ વાર પેસા એકટ મુજબ નર્મદા જિલ્લામાં ઉડાણ વિસ્તારમાં રોડ બની રહ્યો છે. જેનું ખાત મુહુર્ત નર્મદા જિલ્લાના કારોબારી ચેરમેન શ્રીબહાદુર વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર પેશા એકટ 1996ની જોગવાઇ મુજબ રેતી કણકણમાં 50% હિસ્સામાંથી જિલ્લા પંચાયતના સદસ્યો તથા કારોબારી અધ્યક્ષના આયોજન માંથી ડેડીયાપાડા ના સબુટી ગૃપગ્રામ પંચાયત ના સેજામાં આવેલ કંજાઈ ગામે રસ્તાનું R c c રસ્તાનું કામ 1.50 લાખ બજેટ માં કરવામાં આવ્યું. સબુતી ગૃપ ગ્રમાં પંચાયત ના સદસ્ય તથા ગામના વડીલો ની હાજરીમાં રસ્તાનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.
આ બાબતે નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી બહાદુરભાઇ વસાવા એ જણાવ્યું હતું કે, રાજય માં પેસા એકટ સરકારે લાગુ કર્યો પણ આ એકટ માં જોગવાઈ હોય એવા એક પણ કાયદાનું પાલન થતું નથી. આજે પહેલી વાર રાજ્યમાં પેસા એકટ પ્રમાણે એટલે કે 50 ટકા રકમ જિલ્લા પંચાયત અને 50 ટકા ગામ વિસ્તાર ની.માટી રેતી નો ઉપયોગ કરી ને કરવાની આ અંતરિયાળ વિસ્તાર કંજાઈ માં આઝાદી કાળથી રસ્તો નહોતો આજે મેં પાસ કરવી બનાવી રહ્યા છે તો સ્થાનિકો ને તેનો લાભ થઇ રહ્યો તેવું જણાવ્યું,

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here