પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ બોર્ડર ઉપર ફરજ બજાવતા બી એસ એફ બટાલિયન 37 ના જવાનો દ્વારા ગાંધી જયંતિ 151 જન્મ જયંતી નિમિત્તે સફાઈ કરી સ્વસ્થ ભારત નો સંદેશો આપ્યો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં ફરજ બજાવતા બી એસ એફ બટાલિયન 37 ના જવાનો એ આજરોજ ગાંધી બાપુ ની 151 ની જન્મ જયંતી નિમિત્તે સાંતલપુર તાલુકાના ઝઝામ અને આજુ બાજુ ના ગામો ની શાળા અને અન્ય જગ્યાએ સફાઈ કરી લોકોની સ્વચ્છ ભારત નો સંદેશ આપેલ ત્યારે બોર્ડર ઉપર ફરજ બજાવતા આપણા વીર જવાનો દેશ ની રક્ષા સાથે સાથે આપણી સ્વચ્છતા ની ચિંતા કરી બોર્ડર વિસ્તારના ગામોને ગાંધીબાપુની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે એક સંદેશો આપ્યો હતો સ્વચ્છ રો નિરોગી રહો આ સૂત્ર સાથે સાતલપુર તાલુકા ના ઝઝામ અને આજુબાજુના ગામોમાં ગામ ના સહયોગથી શાળાઓને ગામની સફાઈ કરી હતી ત્યારે બોર્ડર ઉપર ફરજ બજાવતા આપણા વીર જવાનો દેશની રક્ષા ની સાથે આપણી પણ ચિંતા કરી રહ્યા છે આના ઉપરથી આપણે પણ સમજવાની જરૂર છે આપણું ગામ ચોખ્ખું ગામ બનાવીએ ગંદકીના કરીએ તેઓ લોકોએ સમજાવ્યું હતું ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા ના ઝઝામ બોર્ડર ઉપર ફરજ બજાવતા બટાલીયન 37 ના જવાનો ની કામગીરી થી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આપણા દેશ ના જવાનો ને અભિનંદન આપ્યા હતા.