નાની સીંગલોટી ગામના મુખ્ય માર્ગ પર,નાકા પાસે દારૂના વાહતુક કરતા ઇસમોને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ:

0
203

નાની સીંગલોટી ગામના મુખ્ય માર્ગ પર,નાકા પાસે દારૂના વાહતુક કરતા ઇસમોને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ:

નાની સીંગલોટી ગામના દેડીયાપાડા સાથે જોડતા મુખ્ય માર્ગ પર નાકા પાસે દારૂના વાહતુક કરતા ઇસમોને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ: દારૂની હેરફેર કરતા તત્વોમાં ફફડાટ; નર્મદાઃ પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા

તાલુકાના નાનીસિંગલોટી ગામના મુખ્ય માર્ગ પર નાકા પાસે દારૂની હેરાફેરી કરતા ઇસમોને દેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં દેડીયાપાડા પોલીસ દ્વારા પકડી પડાયેલ ઇસમ(૧) સતીષભાઇ ભયજીભાઇ વસાવા ઉ.વ.આ. ૪૦ રહે. તરોપા, તા-નાંદોદ જી-નર્મદા તથા(૨) મુન્નાભાઈ દિનેશભાઇ વસાવા ઉ.વ.આ.૨૩ રહે-મહુડીપાડા નિશાળ ફળીયા તા.નાંદોદ જી-નર્મદા નાઓએ પોતાની હીરો હોન્ડા કંપની સી.બી.ઝેડ(CBZ) મોડલ વાળી મો.સા.નંબર જી.જે.૨૨- બી-૮૪૫૪ ઉપર એક મીણીયા ઠેલામાં વિદેશી દારૂ કિંમત રૂ.૧૦,૫૪૦ તથા મો.સા .કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૦,૫૪૦/-નો પ્રોહી.મુદામાલ સાથે દેડીયાપાડા પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ ર જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here