નાંદોદ તાલુકાના વાગેથા ગામ ખાતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નાં નાંદોદ તાલુકાના પ્રમુખ.મિકિતાબેન પી.વસાવા નાં સહયોગ થી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

0
134

નાંદોદ તાલુકાના વાગેથા ગામ ખાતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નાં નાંદોદ તાલુકાના પ્રમુખ.મિકિતાબેન પી.વસાવા નાં સહયોગ થી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં યુવાનોમાં જાગૃતતા આવે તેમજ રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે તેવા હેતુસર રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નાંદોદ તાલુકાના પ્રમુખ. મિકિતાબેન વસાવા યુવાનો મધ્યે કોશિશ કરી રહ્યા છે, જેમાં આજુબાજુના વિસ્તાર નાં યુવાનો એ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. અને કુલ 14 ટીમો એ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નાં નાંદોદ તાલુકાના પ્રમુખ. મિકિતા બેન વસાવા દ્વારા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધારવા માટે જીતેલી ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપી મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે ભાથીજી ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો, જ્યારે બીજા ક્રમાંકે બોકસર ટીમ રહી હતી. અને બેસ્ટમેન તરીકે પરેશભાઈ રવિન વસાવા, તેમજ બેસ્ટ બોલર તરીકે સુનિલભાઈ મહેન્દ્ર વસાવા ને પસંદ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા બોર્ડ નાં એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ.સર્જન વસાવા, રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નર્મદા જિલ્લા પ્રમુખ.જેસીંગ વસાવા, નાંદોદ તાલુકાના પ્રમુખ. મિકિતાબેન વસાવા, સોનલબેન, નાંદોદ BTP પ્રમુખ.વિજયભાઈ વસાવા તેમજ વાગેથા ગામના સરપંચ સોમી બેન વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here