નસવાડી પંથકમાં વાતાવરણમા પલટો આવતાં નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો.ખેડૂતોના પાકને નુકશાન ખેડૂતોને ને માથે આભ ફાટ્યું…
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકામાં સવારથી બફારો થતો હતો ત્યાર બાદ વાતાવરણ પલટો આવતાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.વાદળ છાયુ વાતાવરણ થતા ધોધમાર વરસાદ પડ્યો હતો.વરસાદી વાતાવરણ થતા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ ધોધમાર વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકશાની ખેડૂતોના માથે આભ ફાટ્યું. દિવસ દરમ્યાન વાદળ છાયા વાતાવરણ થી લોકો ભારે પરેશાન થયા સાથે સાથે ચોમાસાની ઋતુમાં તૈયાર થયેલા ઉભા પાક જેવા કે અળદ. ડાંગર. મકાઈ. તુવર.જુવાર. કપાસ જેવા પાકોનું નુકશાન થવાની ભારે શકયતાઓ છે.ચોમાસાના છેલ્લા સમયમાં ભારે વરસાદને લઇને ખેડૂતોના પાકને નુકશાન થયું હતું.અત્યારે ચોમાસાના અંતે કમોસમી વરસાદ પડી રહ્યો છે.જેનાથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.