નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરથી ખોલવાના સરકારના નિર્ણયને લઈને ગુજરાત જેડીયુના મહાસચિવ કેયુમ મેમણ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે.

0
123

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી ખોલવાના સરકારના નિર્ણયને લઈને ગુજરાત જેડીયુના મહાસચિવ કેયુમ મેમણ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે સરકારની બેવડી નીતિને લઈને આદીવાસી પ્રજાને કોઈ પણ ફાયદો થવાનો નથી…એક દિવસના 2500 પ્રવાસીઓને છૂટ આપતા શુ કોરોનાનું વધી રહેલું સંક્રમણ અટકશે.વધુમાં તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો લઈને જણાવ્યું હતું કે કોરોના વધે નહીં તે માટે તેઓ ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખી છે અને પેટા ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે ત્યારે કોરોનાને સરકાર જ આમંત્રણ આપી રહી હોય તેમ આરોપ લગાવ્યો હતો..

તેમને ભક્તોની આસ્થાને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે પાવાગઢ એક આસ્થાનું પ્રતીક છે તેને બંધ કરી અને સ્ટેચ્ચુ ઓફ યુનિટીને ખોલીને સરકાર ક્યાંકને ક્યાંક સરકાર બેવડી નીતિ અપનાવતી હોઈ તેવો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો નર્મદામાં હાલ કોરોનાનું સંક્રમણ 1000 ને પાર કરી ચુક્યો છે ત્યારે તેને ઘટાડવાની જગ્યાએ સરકાર ક્યાંકને ક્યાંક આદિવાસીઓ સાથે અત્યાચાર કરી રહી છે તેઓ પણ આરોપ લગાવ્યો હતો…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here