નર્મદા સાગબારા ખાતે આંક ફરકના આંકડા લખતા આંકડાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા એલ‌.સી. બી. પોલીસ,

0
142

નર્મદા સાગબારા ખાતે આંક ફરકના આંકડા લખતા આંકડાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા એલ‌.સી. બી. પોલીસ,

શ્રી હરીદ્વીષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી હિમકર સિંહના પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગાર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી એ. એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી.બી.ઓના સુપરવિઝન હેઠળ શ્રી સી એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. મણીલાલ ઘેરીયાભાઇ બ.નં, પપપ નાઓને બાતમીના મળેલ કે, સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના સેલંબા ખાતે કેટલાંક ઇસમો આંક ફરકના આંકડા લખાવી રહેલા હોય જે ચોક્કસ બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા એક ઈસમ નામે ધનસુખભાઇ રમેશભાઈ વાળંદ રહે. સેલંબા તડવી ફળીયુ તા.સાગબારા જી.નર્મદાનાનાને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ. ૨૬,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩૬,૨૦૦/-ના મુદામાલ સાથે પકડાઈ જઈ તેના વિરૂધ્યમાં સાગબારા પોલીસ સ્ટેસનમાં જુગારધારા ક.૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here