નર્મદા ડેમ પાસેના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં.વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરિયાદ કરતો મનસુખ વસાવાનો સણસણતો પત્ર.

0
250

મનસુખ વસાવાનો PMને પત્ર :

નર્મદા ડેમ પાસેના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં.વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરિયાદ કરતો મનસુખ વસાવાનો સણસણતો પત્ર.


ગરુડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનનું ધોવાણ : મનસુખ વસાવા

સરદાર સરોવર નર્મદા ડેમ થકી ગુજરાતના ખૂણે ખૂણામાં સિંચાઈ અને પીવાનું પાણી પહોંચે છે. તો એક તરફ નર્મદા ડેમની નજીકના જ અમુક વિસ્તારમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યાં હોવાની ઘણી ફરિયાદો તંત્ર પાસે આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સંબંધિત વિવિધ આંદોલનને તંત્ર સરકાર વિરોધી આંદોલન ગણે છે. ત્યારે ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા (narmada mansukh vasava news) એ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંબંધિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરિયાદ કરતો એક સણસણતો પત્ર PM મોદીને લખ્યો છે. જેમાં એમણે પોતે એવું કબુલ્યું છે કે નર્મદા ડેમનું પાણી સ્થાનિકોને સિંચાઈ માટે મળતું નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ અને વિયર ડેમમાં પોતાની જમીન આપનારા સ્થાનિક આદિવાસીઓ કેટલાંયે વર્ષોથી રોજગારી અને સહાયતા બાબતે વિવિધ આંદોલનો કરી રહ્યાં છે. પરિણામ સ્વરૂપે જ્યારે જ્યારે પણ કેવડિયા વિસ્તારમાં PM મોદી અથવા ગુજરાતના CM રૂપાણીનો પ્રવાસ કાર્યક્રમ હોય એવા સમયે આ આંદોલન ચલાવતા આગેવાનોને નજર કેદ અથવા તો ડિટેન કરવામાં આવે છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્તોના આંદોલનને ટેકો કરતા લખન મુસાફિરને નર્મદા જિલ્લા તંત્રએ 6 મહિના માટે 5 જિલ્લા તડીપારનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here