નર્મદા ડેડીયાપાડા તાલુકાના ભુતબેડા માર્ગ ઉપર બે વાહનોમાં ખેરના લાકડાનો 2 લાખ થી વધુ મુદામાલ વન વિભાગની ટીમે ઝડપી,

0
42

નર્મદા ડેડીયાપાડા તાલુકાના ભુતબેડા માર્ગ ઉપર બે વાહનોમાં ખેરના લાકડાનો 2 લાખ થી વધુ મુદામાલ વન વિભાગની ટીમે ઝડપી,

પ્રાપ્ત માહિતી મુજબ નીરજકુમાર નાયબ વન સંરક્ષકશ્રી નર્મદાનાઓને મળેલ ગુપ્ત બાતમી તથા શ્રી.એ.ડી.ચૌધરી મદદનીશ વન સંરક્ષક નેત્રંગ નર્મદા વન વિભાગ નાં માર્ગદર્શન તથા શ્રી જે.એ.ખોખર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડાનાં નેતૃત્વ હેઠળ વનકર્મી કુ. કે.બી.ગોહિલ , શ્રી.પી.એલ.ગોસાઇ, શ્રી જે.આર.ભુંગળ , શ્રી એમ.આર.વસાવા ધ્વારા તા.૦૮-૧૧-૨૦૨૦ નાં રોજ મધ્યરાત્રિ એ અંદાજે – ૨-૩૦ કલાકની આસપાસ ગારદા – ભુતબેડા રોડ ઉપર નાઇટ પેટ્રોલીંગ કરતાં બે શંકાસ્પદ ટાટા પીકઅપ વાહનો ગારદા થી ભુતબેડા તરફ આવતાં વનકર્મીઓ દ્વારા આ વાહનોને થોભાવતાં વાહન ચાલકોએ પુરઝડપે વાહનો હંકારી વાહન ચાલકો તથા વાહનમાં રહેલ મજુરો ચાલુ ગાડીએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી વાહનમાંથી કુદી ફરાર થઇ જતાં વાહનો ટાટા પીકઅપ નંબર GJ – 17 – Y- 0156 તથા અન્ય એક ટાટા પીકઅપ નંબર GJ – 08 – V- 2693બીન પાસ પરમીટ વગરનો મુદ્દામાલ ખેર નંગ ૫૫ ઘ.મી .૩.૮૦૮૦ વાહતુક કરતાં આરોપી – ૧સાથે પકડી ભારતીય વન અધિનિયમ -૧૯૨૦ ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી -૧ને અટક કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જેમાં મુદ્દામાલ ખેર નંગ, ૫૫ ઘ.મી.૩.૭૮૦ ની માલ કિમત રૂા. ૮૮૦૨૮/ – ટાટા મોબાઇલ પીકઅપ વાહન નંગ -૨ની અંદાજીત કિમંત રૂા.૧૫, 0000 / – સાથે કુલ રકમ રૂા. ૨,૩૮,૦૨૮/ – નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જેની આગળની વધુ તપાસ ચાલુ છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here