નર્મદા જિલ્લા પ્રશાસન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેવડિયા વિસ્તારના આદિવાસીઓ ને મૌતને ઘાટ ઉતારવા યોજનાબદ્ધ ષડયંત્ર કરી રહી હોય તેવું લાગી રહ્યું.

0
188

નર્મદા જિલ્લા પ્રશાસન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેવડિયા વિસ્તારના આદિવાસીઓ ને મૌતને ઘાટ ઉતારવા યોજનાબદ્ધ ષડયંત્ર કરી રહી હોય તેવું લાગી રહ્યું..

કેવડિયા વિસ્તારમાં બહાર થી આવેલ પોલિસ જવાનો મા કોરોના પોઝીટીવ ના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. છતાં સાહેબ ને ખુશ કરવા ૩૧ ઓકટોબર નો કાર્યક્રમ થશે. જેવી રીતે વિદેશો માંથી વિમાનો મા ભરી ભરી ને કોરોના આ દેશ ની સરકાર ભારત મા લાવી તેવી રીતે કેવડિયા આદિવાસી વિસ્તારમાં પોલિસ અને ફોર્સ ના જવાનો મારફતે કોરોના ફેલાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ કલાક આવી ઉડી જાય તેની પાછળ રાજા મહારાજા ઓની જેમ જાહોજલાલી – તાયફા થઈ રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી – વિયરડેમ થી જે ખેડુતો ના ઉભા પાક ને નુકસાન થયું, ખેડૂતો ના ઘરોમાં પાણી ફરી વળ્યાં, આખાને આખા ઘરો અને ખેતરો વિયરડેમ ને કારણે તણાય ગયા તોય જાડી ચામડી ની ભાજપ સરકાર ના પેટ નું પાણી હલતું નથી.

વિયરડેમ થી ખેડુતો ના નુકસાન પાછળ માત્ર ૨૦ કરોડ રૂપિયા ફાળવતી ગુજરાત સરકાર ૩૧ ઓકટોબર ની જાહોજલાલી માટે ૪૦ કરોડ ની માત્ર લાલ -પીળી લાઈટો લગાડે! કોના બાપ ની દિવાળી?
સ્ટેચ્યુ ઓફ યુનીટી હવે સ્ટેચ્યુ ઓફ બિજનેસ બની ને રહી ગયું છે જેમાં સરકારી અધિકારીઓથી લઈને નેતાઓ કેવડિયા વિસ્તાર ને કેવી રીતે લુંટી પૈસા બનાવવા તેજ વિચારી રહ્યા છે.. જાે લોકો પ્રત્યે ગુજરાત સરકાર આદિવાસીઓ પ્રત્યે સંવેદનશીલ હોત તો ૪૦ કરોડ લાઈટો ને બદલે ગરુડેશ્વર વિયરડેમ થી નુકસાન થયેલ ખેડુતો માટે આ રકમ વાપરી હોત.
ગરુડેશ્વર વિયરડેમ ને કારણે જે નુકસાન ખેડુતો ને થઈ રહ્યું છે તે જાેતા ૫૦ કરોડની ફાળવણી પણ સરકાર કરે તો પણ ઓછી છે,

કેવડિયા બચાવો આંદોલન સમિતિ

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here